ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે યોગ હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ ફક્ત જીવનનો એક ભાગ નથી, જીવનનો એક માર્ગ બની ગયો છે.
યોગ દેશ અને વિશ્વમાં શાંતિ લાવી શકે છે: PM મોદી
આ પ્રસંગે મોદીએ કહ્યું હતું- 'આજે યોગ માનવજાતને સ્વસ્થ જીવનનો વિશ્વાસ આપી રહ્યો છે. આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડાં વર્ષો પહેલાં આધ્યાત્મિક કેન્દ્રોમાં યોગની જે તસવીરો જોવા મળતી હતી એ હવે દુનિયાના ખૂણે ખૂણે દેખાઈ રહી છે. આ સામાન્ય માનવતાનાં ચિત્રો છે. એ વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ માત્ર એક વ્યક્તિ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે છે, તેથી આ વખતે થીમ છે યોગ ફોર હ્યુમેનિટી.
તેમણે વધુમાં કહ્યું- 'યોગને વિશ્વમાં લઈ જવા માટે હું સંયુક્ત રાષ્ટ્રનો આભાર માનું છું. મિત્રો, આપણા ઋષિ-મુનિઓએ યોગ માટે કહ્યું છે - યોગ આપણને શાંતિ આપે છે. એ આપણા દેશ અને વિશ્વમાં શાંતિ લાવે છે. આ આખું વિશ્વ આપણા શરીરમાં છે. એ બધું જીવંત બનાવે છે. યોગ આપણને સજાગ, સ્પર્ધાત્મક બનાવે છે. એ લોકો અને દેશોને જોડે છે. આ આપણા બધા માટે સમસ્યાનું સમાધાન બની શકે છે.
યોગ દેશના ભૂતકાળને વિવિધતા સાથે જોડે છે
તેમણે આગળ કહ્યું હતું- 'દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં દેશનાં 75 ઐતિહાસિક કેન્દ્રો પર એકસાથે યોગ કરવામાં આવી રહ્યો છે. એ ભારતના ભૂતકાળને ભારતની વિવિધતા સાથે જોડવા જેવું છે. વિશ્વના વિવિધ દેશોમાં લોકો સૂર્યોદય સાથે યોગ કરી રહ્યા છે. જેમ જેમ સૂર્ય આગળ વધી રહ્યો છે એમ એમ એના પ્રથમ કિરણ સાથે વિવિધ દેશોના લોકો એકસાથે જોડાઈ રહ્યા છે. આ યોગની ગાર્ડિયન રિંગ છે.
તેમણે વધુમાં કહ્યું હતું- 'મિત્રો, વિશ્વના લોકો માટે યોગ માત્ર 'જીવનનો ભાગ' નથી, પરંતુ હવે એતે 'જીવનનો માર્ગ' બની રહ્યો છે. આપણે જોયું છે કે આપણા ઘરના વડીલો, આપણા યોગસાધકો દિવસના જુદા જુદા સમયે પ્રાણાયામ કરે છે, પછી ફરી કામ કરવાનું શરૂ કરે છે. આપણે ગમે તેટલા તણાવમાં હોઈએ, યોગની થોડી મિનિટો આપણી સકારાત્મકતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે. આપણે પણ યોગ પ્રાપ્ત કરવાનો છે.
દુનિયાભરમાં મનાવવામાં આવી રહ્યો છે યોગ દિવસ
યોગ દિવસની પૂર્વસંધ્યા પર અમેરિકાના નાયગ્રા ધોધ પાસે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય અને અમેરિકન નાગરિકોએ ભાગ લીધો હતો. આ તરફ પાકિસ્તાનના લાહોરમાં, મુસ્લિમ મહિલાઓએ બુરખો પહેરીને યોગ કર્યા હતા. પડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુમાં યોગ દિવસની પૂર્વસંધ્યાએ ધરહારા ટાવર રોશનીથી ઝળહળી ઊઠ્યો હતો.
દર વર્ષે 21 જૂને યોગ દિવસ માટે એક થીમ રાખવામાં આવે છે. આ વર્ષની થીમ 'માનવતા માટે યોગ' (Yoga For Humanity) પસંદ કરાઈ છે, જેનો અર્થ માનવતા માટે યોગ છે. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ થીમ રાખવાનો હેતુ એ લોકો માટે છે જેમને કોવિડ દરમિયાન શારીરિક અને માનસિક તણાવ સહન કરવો પડ્યો છે, તેમને આરામ આપવાનો છે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 ની થીમ 'યોગા ફોર વેલનેસ' હતી.
@વિક્રમસિંહ ગોહિલ પીપરડી
Tags:
News