અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા હજજારો પ્રાથમિક સદસ્ય બનાવ્યાં

કેન્‍દ્રીય ભાજપ દ્વારા સમગ્ર દેશમાં તમામ લોકસભા બેઠક તેમજ વિધાનસભા બેઠક વિસ્‍તારમાં આવતા વિસ્‍તારમાં આવતા નબળા બુથને મજબુત કરવા તેમજ બુથ વિશ્‍લેષણ માટે બુથ સશકિતકરણ અભિયાન કાર્યક્રમ આપવામાં આવ્‍યો હતો જેના ભાગરૂપે રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચાએ આ કાર્યમાં પક્ષ માટે તાપ, બફારો અને વરસાદ સહન કર્યો હતો રાજકોટ શહેર લઘુમતી મોરચાના યુવા અગ્રણી ઇબ્રાહીમભાઈ સોનીના જણાવ્યાં મુજબ છેલ્લાં ત્રણ દિવસથી શહેરના મોચી બજાર, ખોડીયાર નગર, ભવાની ચોક, જંગલેશ્વર જેવાં જુદાં જુદાં વિસ્તારોમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન ચલાવ્યું હતું જેમાં રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરોએ અથાક મહેનતથી હજજારો શેહરીજનોને જોડી એક ખરાં અર્થમાં દેશની સૌથી મોટી પાર્ટીને એક નવી ઊંચાઈ બક્ષી હતી. 

બૂધવારે જસદણમાં ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા અને તેમની ટીમના સભ્યો પણ સદસ્યતા અભિયાનમાં આખો દિવસ ગાળશે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું