અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ નગરપાલિકાએ રેકોર્ડ સર્જયો: એક જ દિવસમાં ૧૧ કરોડના ટેન્ડર ઓનલાઈન થયાં

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાએ રવિવારે અભૂતપૂર્વ અને ઐતિહાસિક રેકોર્ડ સર્જતા પાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાને અભિનંદનનો રીતસર વરસાદ થઈ રહ્યો છે જસદણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે અનિતાબેન ચુંટાઈ આવ્યા બાદ તેમનાં અઘ્યક્ષસ્થાને આઠ સામાન્ય અને ખાસ સામાન્ય સભા યોજાય જેમાં પણ એક રેકોર્ડ છે દરેક બોર્ડ બહુમતી સાથે પસાર થયું જેમાં ભાજપ અને કોંગ્રેસના દરેક સદસ્યોએ સંપૂર્ણ સહકાર આપી વિકાસના કામોને વેગવંતા બનાવ્યાં આ અંગે અનિતાબેનએ તમામ સદસ્યો રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા જીલ્લા ભાજપના તમામ સંગઠનનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં હાલ છેક છેવાડાના વિસ્તારોમાં અનેક લોકઉપયોગી કાર્ય થઈ રહ્યાં છે અમારાં શાસનમાં કામો વધું ફરિયાદ ઓછી છે જેનો સઘળો જશ ભારતીય જનતા પાર્ટી ને જાય છે. 

દરમિયાન નગરપાલિકાના કારોબારી ચેરમેન શોભનાબેન જે ઢોલરીયા એ જણાવ્યું હતું કે એક જ દિવસે રૂપિયા અગિયાર કરોડનું ટેન્ડર આજ સુધી જસદણ નગરપાલિકામાં ઓનલાઇન થયું હોય એ પ્રથમ ધટના છે જસદણ શહેર યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકાને આજ સુધી પોતાનું મકાન નહોતું થોડાં વર્ષોમાં ચાર જગ્યાએ રહેઠાણ ફેરવ્યું હવે અઘતન પાલિકાનું નિર્માણ ઉપરાંત પાણીનો જે પેચીદો પ્રશ્ન હતો એમાં રાહત મળશે આ જસદણના નાગરિકોના સદ્દભાગ્ય છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું