અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઈન્ટરનેટ ડાઉન ? ક્લાઉડફ્લેરને કારણે ઘણી મોટી વેબસાઇટ્સ એકસાથે થઈ ગઈ હતી ડાઉન

 ડાઉન? ક્લાઉડફ્લેરને કારણે ટ્વિટર જેવી ઘણી મોટી વેબસાઇટ્સ આજે એકસાથે થઈ ગઈ હતી ડાઉન
ઈન્ટરનેટ ડાઉન? ક્લાઉડફ્લેરને કારણે ટ્વિટર જેવી ઘણી મોટી વેબસાઇટ્સ આજે એકસાથે થઈ ગઈ હતી ડાઉન

કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક (CDN) ક્લાઉડફ્લેરને અસર કરતી સમસ્યાને કારણે લોકપ્રિય વેબસાઇટ્સ ડાઉન થઈ ગઈ હતી અને '500 ઇન્ટરનલ સર્વર એરર' બતાવવાનું શરૂ કર્યું. અસરગ્રસ્ત વેબ-આધારિત સેવાઓમાં Discord, Zerodha, Shopify, Amazon Web Services, Twitter, Canva, battle royale shooting title Valorant અને open world game Genshin Impact નો સમાવેશ થાય છે. કેટલાક લોકો ઓકલાના ડાઉનડિટેક્ટર પરના આઉટેજના અવકાશને પણ સમજી શક્યા ન હતા, જે વિશ્વભરમાં ઇન્ટરનેટ આઉટેજને ટ્રેક કરવામાં મદદ કરવા માટે છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા ડાઉનટાઇમની જાણ કરવામાં આવ્યા પછી ક્લાઉડફ્લેરે આ વાતને સ્વીકારી હતી અને ફિક્સ કરવાની કામગીરી શરુ કરી હતી.

ક્લાઉડફ્લેર સ્ટેટસ વેબસાઇટ પર ઉપલબ્ધ તાજેતરના અપડેટ અનુસાર, 06:34AM UTC (ભારતીય સમયાનુસાર બપોરે 12:04 વાગ્યે) પર વ્યાપક વિસ્તારોમાં ક્લાઉડફ્લેરનું નેટવર્ક ખોરવાઈ ગયું હતું. કંપનીએ જણાવ્યું હતું કે, આ ઘટનાના કારણે તેના નેટવર્ક સાથે જોડાયેલી તમામ વેબસાઇટ્સ અને સેવાઓમાં ‘500 એરર’ જોવા મળી હતી. 07:20 UTC (ભારતીય સમયાનુસાર બપોરે 12:50 વાગ્યે) ક્લાઉડફ્લેરે તેની સ્ટેટસ વેબસાઇટ પર જણાવ્યું હતું કે, તેણે એક ફિક્સ લાગુ કર્યું છે અને પરિણામો પર નજર રાખવાનું શરૂ કર્યું છે. ફિક્સ જાહેર કર્યા બાદ ગેજેટ્સ 360ને ઇમેઇલ કરેલા એક નિવેદનમાં, ક્લાઉડફ્લેરે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના કોઈ હુમલાનું પરિણામ નથી. કંપનીએ જણાવ્યું હતું કે, તેના કેટલાક ડેટા સેન્ટરોમાં નેટવર્કમાં ફેરફારને કારણે થોડાં સમય માટે નેટવર્ક ઈશ્યુ રહ્યા હતા.

Quiz banner
ટેક ન્યૂઝ:ઈન્ટરનેટ ડાઉન? ક્લાઉડફ્લેરને કારણે ટ્વિટર જેવી ઘણી મોટી વેબસાઇટ્સ આજે એકસાથે થઈ ગઈ હતી ડાઉન
30 મિનિટ પહેલા

ઈન્ટરનેટ ડાઉન? ક્લાઉડફ્લેરને કારણે ટ્વિટર જેવી ઘણી મોટી વેબસાઇટ્સ આજે એકસાથે થઈ ગઈ હતી ડાઉન|ગેજેટ,Gadgets - Divya Bhaskar
કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક (CDN) ક્લાઉડફ્લેરને અસર કરતી સમસ્યાને કારણે લોકપ્રિય વેબસાઇટ્સ ડાઉન થઈ ગઈ હતી અને '500 ઇન્ટરનલ સર્વર એરર' બતાવવાનું શરૂ કર્યું. અસરગ્રસ્ત વેબ-આધારિત સેવાઓમાં Discord, Zerodha, Shopify, Amazon Web Services, Twitter, Canva, battle royale shooting title Valorant અને open world game Genshin Impact નો સમાવેશ થાય છે. કેટલાક લોકો ઓકલાના ડાઉનડિટેક્ટર પરના આઉટેજના અવકાશને પણ સમજી શક્યા ન હતા, જે વિશ્વભરમાં ઇન્ટરનેટ આઉટેજને ટ્રેક કરવામાં મદદ કરવા માટે છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા ડાઉનટાઇમની જાણ કરવામાં આવ્યા પછી ક્લાઉડફ્લેરે આ વાતને સ્વીકારી હતી અને ફિક્સ કરવાની કામગીરી શરુ કરી હતી.

ક્લાઉડફ્લેર સ્ટેટસ વેબસાઇટ પર ઉપલબ્ધ તાજેતરના અપડેટ અનુસાર, 06:34AM UTC (ભારતીય સમયાનુસાર બપોરે 12:04 વાગ્યે) પર વ્યાપક વિસ્તારોમાં ક્લાઉડફ્લેરનું નેટવર્ક ખોરવાઈ ગયું હતું. કંપનીએ જણાવ્યું હતું કે, આ ઘટનાના કારણે તેના નેટવર્ક સાથે જોડાયેલી તમામ વેબસાઇટ્સ અને સેવાઓમાં ‘500 એરર’ જોવા મળી હતી. 07:20 UTC (ભારતીય સમયાનુસાર બપોરે 12:50 વાગ્યે) ક્લાઉડફ્લેરે તેની સ્ટેટસ વેબસાઇટ પર જણાવ્યું હતું કે, તેણે એક ફિક્સ લાગુ કર્યું છે અને પરિણામો પર નજર રાખવાનું શરૂ કર્યું છે. ફિક્સ જાહેર કર્યા બાદ ગેજેટ્સ 360ને ઇમેઇલ કરેલા એક નિવેદનમાં, ક્લાઉડફ્લેરે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના કોઈ હુમલાનું પરિણામ નથી. કંપનીએ જણાવ્યું હતું કે, તેના કેટલાક ડેટા સેન્ટરોમાં નેટવર્કમાં ફેરફારને કારણે થોડાં સમય માટે નેટવર્ક ઈશ્યુ રહ્યા હતા.

આ ઘટનાના કારણે યુઝર્સને ક્લાઉડફ્લેર પર આધાર રાખતી વેબસાઇટ્સ અને સેવાઓ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી. ક્લાઉડફ્લેરે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, નેટવર્ક હવે સામાન્ય રીતે ચાલી રહ્યું છે. આજે જે બન્યું અને તે ફરીથી ન થાય તેનું ધ્યાન રાખીશું. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આઉટેજ વિશે ફરિયાદ કરી હતી જે મુઠ્ઠીભર વેબસાઇટ્સ સુધી મર્યાદિત ન હતી, પરંતુ DISCORD, CANVA અને NORDVPN સહિતની સેવાઓને અસર કરી હતી. DownDetector.in પર ઉપલબ્ધ વિગતો મુજબ માઇનક્રાફ્ટ અને વેલોરેન્ટ સહિતની રમતોના સર્વરો પણ આ સમસ્યાને કારણે રિસ્પોન્સ આપી રહ્યા ન હતા. કેટલાક અસરગ્રસ્ત યુઝર્સ આઉટેજના પરિણામે ડાઉનડિટેક્ટર વેબસાઇટને પણ એક્સેસ કરી શક્તા નહોતા.

વધુ નવું વધુ જૂનું