અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

લઠ્ઠાકાંડ : ખોબા જેવડાં ગામમાં લઠ્ઠાકાંડ 18 લોકોને ભરખી ગયો : ઝેરી દારૂ પીતાં 18નાં મોત

લઠ્ઠાકાંડ : ખોબા જેવડાં ગામમાં લઠ્ઠાકાંડ 18 લોકોને ભરખી ગયો : ઝેરી દારૂ પીતાં 18નાં મોત


  • ઝેરી દારૂના કારણે પતિ ગુમાવનાર મહિલાની દિવ્યભાસ્કર સાથે વાતચીત
  • બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર
  • ભાવનગરમાં 3ના મોત નીપજ્યા છે, જ્યારે 30 દર્દી દાખલ છે, જેમાંથી 3ની હાલત ગંભીર છે
  • DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી
  • બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર
  • ચોકડી ગામે પોલીસનો કાફલો પહોંચ્યો, દારૂ બનાવનાર-વેચનારની ધરપકડ


આજે બરવાળાના રોજીદ ગામે દરેકના રૂવાટા ઉભા કરી દે તેવી ઘટના ઘટી છે. એક ખોબા જેટલા ગામમાં લઠ્ઠાકાંડ 18 લોકોને ભરખી ગયો છે. હાલમાં ગામની સ્થિતિ એવી જે છે કોઈ કોઈને છાનુ રાખવા વાળુ નથી. એક તરફ પોલીસનો કાફલો તો બીજીતરફ મહિલાઓ-બાળકોની રો-કકડથી હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા છે, ત્યારે ગામની જ એક મહિલાએ દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. આ મહિલાએ પણ ઝેરી દારૂના કારણે પોતાના પતિની ગુમાવ્યો છે, મહિલા કહ્યું કે, 'સાંજે તો દારૂ પીને ઘરે આવ્યા હતા અને સવારે અચાનક ઉલટીઓ શરૂ થઈ ને મારા પતિ જમીન પર પડી ગયા....'



હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.


સવારે ઉલટી ચાલુ થઈ, બેવાર તો પડી ગયા

આરતીબેને વધુમાં જણાવ્યું કે, વહેલી સવારથી જ મારા પતિને ઉલટી થવા લાગી હતી અને ત્યારબાદ આંખમાં અંધારા આવા લાગ્યા. હાલત એટલી ખરાબ હતી કે, તેઓ ચાલી નહોતા શકતા. બેવાર તો પડી ગયા હતા. ત્યારબાદ તેઓને બરવાળા દવાખાને લઈ ગયા હતા, ત્યારબાદ બોટાદ દવાખાને લઈ ગયા હતા. મારા પતિ સહિત ગામના દશેક જણાને આ પ્રકારની તકલીફ થઈ છે.


શું છે સમગ્ર લઠ્ઠાકાંડ  ઘટના?

ઝેરી દારૂ પી જવાથી બરવાળાના રોજીદ ગામે 18 લોકોનાં મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. જો કે આ સમગ્ર ઘટનામાંને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.


નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી.



સૂત્રોના જણાવ્યા અનુસાર, બરવાળા લઠાંકાંડમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોતમાં રોજિંદ 5, ચદરવા 2, દેવગના 2, અણીયાલી 2, આકરું 3, ઉચડી 2, અન્ય ગામના 2ના મોત સામેલ છે.


ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી.


ચોકડી ગામેથી દારૂ બન્યો હતો, વેચાણ થયું હતું

નોંધનીય છે કે ચોકડી ગામેથી દારૂ બન્યો હતો અને તેનું વેચાણ થયું હતું. જેના પગલે બરવાળા તાલુકાના ચોકડી ગામે પોલીસ સહિતનો મસમોટો કાફલો તપાસ માટે પહોંચ્યો હતો. બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ sog, dysp, પ્રાંત મામલતદાર, સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો. ચોકડી ગામમાં જઈ કોણ કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે તેને લઈ માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ચોકડી ગામમાં આગેવાનો અને સ્થાનિકોની તપાસ કરી પુછપરછ શરૂ કરવામાં આવી છે કે કોઈએ દારૂ પીધો છે કે કેમ. તેમજ કોઈને અસર જણાય તો સામે આવી સારવાર લે તેવી સ્થાનિકોને જાણ કરવામાં આવી છે.


કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલ ચોકડી ગામે પહોંચ્યા

ઘટનાના પગલે બરવાળાના કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલ ચોકડી ગામે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ધંધૂકા અને રોજિંદમાં મળીને મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે અને હજુ આ આંક વધે તેવી શક્યતાઓ છે. રોજિંદના સરપંચે ગામમાં દારૂના વધેલા દૂષણ અંગે ત્રીજા મહિનાથી રજૂઆત કરી હતી. ઉપરાંત મેં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, છતાં કોઈ પગલાં નહોતા લેવાતાં આ દર્દનાક ઘટના બની છે. આ ઘટનાને પગલે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. રાજ્ય સરકાર માત્ર દારૂબંધીની વાતો કરે છે. પરંતુ એનો અમલ કેટલો? રોજ લાખો રૂપિયોનો દારૂ પકડાય છે, છતાં કાયદાઓનો કડકાઈથી અમલ કરવામાં આવતો નથી.


ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના

ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ટીમ જવા રવાના થઈ છે. બોટાદ એસપીની સૂચનાને આધારે ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ છે. હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.


ઘટનાને પગલે રેન્જ આઈ.જી. પણ બોટાદ પહોંચ્યા

દારૂની ઝેરી અસરના કારણે રોજિંદ ગામે 5 લોકોનાં મોત થયાં છે. તો પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ 18 લોકોના મોતની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે હાલમાં રેન્જ આઈ.જી. પણ બોટાદ પહોંચ્યા છે. તેમજ જે લોકોએ દારૂ પીધો છે તેમની તપાસ કરી તેમને સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સારવાર બરવાળા સરકારી હોસ્પિટલ કર્યા બાદ દર્દીઓને બોટાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહ્યા છે અને હજુ પણ મૃત્યુ અંક વધે તેવી શક્યતા છે.


આ દેશી દારૂના લઠ્ઠાકાંડથી ધંધુકા અને બરવાળા તાલુકાના ગામડાના 15 લોકોનાં મોત થયાં હતાં

  • 1. જયંતીભાઈ રામજીભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા
  • 2. ગગજીભાઈ મોહનભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા,
  • 3. બળદેવભાઈ હરજીભાઈ મકવાણા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા
  • 4. હિંમતભાઈ મગનભાઈ વડદરીયા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા
  • 5. કિશનભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.37 ગામ.આકરુ તા.ધંધુકા
  • 6. ભાવેશભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.27 ગામ.આકરુ તા.ધંધુકા
  • 7. પ્રવિણભાઈ બાળુભાઈ કુવારીયા ઉ.વ.30 ગામ.આકરુ તા.ધંધુકા
  • 8. વશરામભાઈ શાંતિભાઈ પરમાર ઉ.વ.30 ગામ.રોજીદ તા. બરવાળા
  • 9. ઘનશ્યામભાઈ વેરશીભાઈ રાતોજા ઉ.વ.34 ગામ.રોજીદ તા.બરવાળા
  • 10. શાંતિભાઈ તળશીભાઈ પરમાર ઉ.વ.50 ગામ.રોજીદ તા.બરવાળા
  • 11. અરવિંદભાઈ માધુભાઈ સિતાપરા ઉ.વ.35 ગામ.ચંદરવા તા.રાણપુર
  • 12. ઈર્શાદભાઈ ફકીરભાઈ કુરેશી ગામ ચંદરવા, તા. રાણપુર
  • 13. દિનેશ વહાણભાઈ વીરગામા ઉ.વ.37 ગામ.રોજીદ તા.બરવાળા
  • 14. ભૂપતભાઈ વીરગામા ગામ રોજીદ
  • 15. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ઉ.વ.50 રાણપુર


હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લઠ્ઠાકાંડના દર્દીઓ

  • 1. ચંદુભાઈ કાંતિભાઈ ચેખલીયા ગામ.ઉચડી તા.ધંધુકા
  • 2. રમેશભાઈ મગનભાઈ વડદરીયા ગામ.અણીયાળી ભીમજી તા.ધંધુકા
  • 3. મનસુખભાઈ કરશનભાઈ દેત્રોજા ગામ.અણીયાળી તા ધંધુકા
  • 4. વિપુલભાઈ વિનુભાઈ કાવડીયા ગામ.રોજીદ.તા.બરવાળા
  • 5. ટીકાભાઈ ભુપતભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
  • 6. ધુડાભાઈ રણછોડભાઈ બળૉલીયા ગામ.રોજીદ.તા.બરવાળા
  • 7. દિપકભાઈ રણછોડભાઈ બળોલીયા ગામ.રોજીદ.તા.બરવાળા
  • 8. હિંમતભાઈ મુળજીભાઈ ગામ.રોજીદ.તા.બરવાળા
  • 9. વિનુભાઈ હનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
  • 10. દેવજીભાઈ નાનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
  • 11. બળવતભાઈ શાંતિભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
  • 12. અનીલભાઈ બળદેવભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
  • 13. રમેશભાઈ રાજુભાઈ કાવીઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા
  • 14. વાલજીભાઈ પથાભાઈ ઝાલા ગામ.રોજીદ.તા.બરવાળા
  • 15. ભરતભાઈ ભનાભાઈ કાવીઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા
  • 16. વિક્રમભાઈ ગોરાભાઈ ડાભી ગામ.રોજીદ.તા.બરવાળા
  • 17. રાજેશભાઈ વાલજીભાઈ સોલંકી ગામ.રોજીદ.તા.બરવાળા
  • 18. ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ વિરગામા ગામ.રોજીદ.તા.બરવાળા
  • 19. મુકેશભાઈ હમલભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
  • 20. શંકરભાઈ દિપસંગભાઈ રાઠવા ગામ.રોજીદ.તા.બરવાળા
  • 21. સિતાબેન ધેવરસિંહ ચૌહાણ ગામ.રોજીદ.તા.બરવાળા
  • 22. ભુપતભાઈ લઘરભાઈ વલાણીયા ગામ.ચંદરવા તા.રાણપુર
  • 23. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ગામ ચંદરવા તા. રાણપુર
  • 24. શૈલેશભાઈ બાબુભાઈ સિતાપરા ગામ.ચંદરવા તા.રાણપુરનો સમાવેશ થાય છે.


અમદાવાદથી કેમિકલ સપ્લાય થયો, બરવાળાના ચોકડીમાં લઠ્ઠો બન્યો, રોજીદ સહિત 3 ગામમાં વેચાયો

એટીએસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાંથી કેમિકલ સપ્લાય થયું હતું. બરવાળાના ચોકડી ગામે સપ્લાય થયેલા કેમિકલમાંથી પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ આ લઠ્ઠો બરવાળાના રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કર્યો હતો. જે 15 વ્યક્તિના મૃત્યુ થયા છે તે તમામ લોકો આ ગામોના હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હજુ પણ એટીએસ દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બુટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપ્યા છે. મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે.


લઠ્ઠાનું કેમિકલ અમદાવાદની કંપનીમાંથી સપ્લાય થયું હતું આજે મોટો ઘટસ્ફોટ


ધંધૂકા-બરવાળામાં લઠ્ઠાકાંડનું કારણ બનેલા ઝેરી દારૂ બનાવવા માટે અમદાવાદથી 90 લીટર કેમિકલ મગાવવામાં આવ્યું હોવાની જાણકારી પોલીસના સૂત્રો પાસેથી મળી છે. આ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા એટીએસ દ્વારા પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

એટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે મંગળવારે લઠ્ઠાકાંડને લઈને મોટો ખુલાસો થશે. જેમાં ઝેરી દારૂમાં કયું મટીરિયલ કેટલા પ્રમાણમાં વપરાયું હતું તથા આ કાંડમાં કોની સંડોવણી છે એ તમામ વિગતો સામે આવશે.


એફએસએલ દ્વારા તપાસ શરૂ

એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)એ ઝેરી દારૂમાં કયા કેમિકલનો કેટલો ઉપયોગ થયો હતો એ અંગે તપાસ શરૂ કરી છે. તેની વિગતો પણ મંગળવાર સુધીમાં સામે આવશે એવું મનાઈ રહ્યું છે.

વધુ નવું વધુ જૂનું