અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદ શહેરના મુખ્યમાર્ગ પર ટ્રાફિકને અડચણ રૂપ દબાણ દૂર કરાયા; 2 ટીમો પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી

બોટાદ શહેરના મુખ્યમાર્ગ પર ટ્રાફિકને અડચણ રૂપ દબાણ દૂર કરાયા; 2 ટીમો પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી


  • ગેરકાયદેસર વીજ કનેક્શન પણ ટીમ સાથે રાખીને દૂર કરાયા

બોટાદ શહેરમાં દિવસે ને દિવસે વધતી ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે ત્યારે બોટાદ પ્રાંત અધિકારી દ્રારા શહેરની ટ્રાફિક સમસ્યામાં રાહત મળે તેવા ઉદ્દેશ સાથે શહેરના મુખ્યમાર્ગો પર ટ્રાફિક ને અડચણ હોય તે પ્રકારનું દબાણ હટાવવાની કામગીરી વહેલી સવારથી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાંત અધિકારી દ્રારા અગાઉ આ પ્રમાણે દબાણ કરનાર ઈસમોને જાણ કરી દબાણ હટાવેલ તેમ છતાં આજે પ્રાંત અધિકારી દિપક સતાણી પોતે હાજર રહી જરૂરી માર્ગદર્શન આપી જે.સી.બી. ની મદદ થી રોડ પર ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ કેબીનો,તેમજ દુકાનો આગળ મંડપ ઉભો કરી કબજો કરનાર ઈસમોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.


આ રસ્તાઓ પર કાર્યવાહી કરવામાં આવી

બોટાદ પ્રાંત અધિકારીની સીધી સૂચના મુજબ શહેરના તાજપર રોડ, હવેલીચોક પાળીયાદ રોડ સહિતના તમામ મુખ્યમાર્ગો પર જો ગેરકાયદેસર દબાણકર્તા પોતાનું દબાણ ન હટાવે તો જે.સી.બી. દ્રારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. દબાણ સાથે અન્ય જગ્યા પરથી ગેરકાયદેસર જી.ઈ.બી. નું કનેક્શન લઈ વીજળીનો ઉપયોગ કરતા હોય જી.ઈ. બી.ના સ્ટાફને સાથે રાખી ગેરકાયદેસર વીજ કનેક્શન પણ દુર કરવામાં આવેલ છે.


પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બોટાદ શહેરના ગેરકાયદેસર દબાણ દૂર કરવા સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે બાબત ની તકેદારી સાથે અલગ અલગ ટિમો દ્વારા જે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલ હતો.

વધુ નવું વધુ જૂનું