અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં ખાડા પૂરવાનો મહોત્સવ શરૂ: વિવિધ વિસ્તારોમાં ખાડા બુરાયા

જસદણમાં ખાડા પૂરવાનો મહોત્સવ શરૂ: વિવિધ વિસ્તારોમાં ખાડા બુરાયા
જસદણ નગરપાલિકા વિવિધ વિસ્તારોમાં વરસાદ બાદ રોડ રસ્તા પર ખાડા પડી જતાં આ બાબતની જાણ જસદણ શહેરના પ્રથમ નાગરિક પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાને જાણ થતાં તેઓએ જે વિસ્તારમાં વધું પડતાં ખાડા હોય ત્યાં ટાસ નાખવાનું શરૂ કરવામાં આવતાં રાહદારી અને વાહન ચાલકોને ભારે રાહત પહોંચી છે 
હાલ શહેરમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખાડા પડી ગયા છે 
ધીમો વરસાદ હોય ત્યારે ખાડા પૂરવાનું કાર્ય હાલ વધું જરૂરીયાત હોય ત્યાં જ ટાસ નાખવામાં આવે છે વરસાદ બાદ શહેરનાં તમામ ખાડાઓ પૂરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે જસદણ નગરપાલિકાની આ સિસ્ટમભરી કામગીરીથી લોકોને રાહત પહોંચી છે

રીપોર્ટ: પટેલ હરિભાઈ હીરપરા જસદણ મો.9723499211
વધુ નવું વધુ જૂનું