જસદણના આટકોટમાં આગામી કાર્યક્રમો માટે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાય
જસદણ ના આટકોટ ગામમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો વિપુલભાઈ લાલાભાઈ ભરવાડ અને વિરેનભાઈ દ્વારા સમસ્ત ગામ નિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિષદ ના કામનો વિસ્તાર અને સંગઠન નું નવું માળખું તૈયાર કરવાની ચર્ચા અને આપણા હિન્દુ ના ઉત્સવો ધામધૂમથી ઉજવવા નું નક્કી કરવામાં આવ્યું હતું.આ બેઠક માં પરિષદ ના તાલુકા સંયોજક ભારતભાઈ જાની એ હિન્દુ સમાજ સામેના પડકારો અંગે માહિતી આપી તમામ ભેદભાવ ભૂલી સમગ્ર હિન્દૂ સમાજ ની એકતા માટે લાગી જવા હિન્દૂ યુવાનો ને અપીલ કરી હતી. આ બેઠક માં નારણભાઇ અને પરેશભાઈ વાળા પણ જોડાયા હતા. આ બેઠકમાં ઓમકાર ના નાદ થી બેઠક શરૂ કરવામાં આવી હતી એમ એક યાદીમાં જણાવાયું છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News