અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ગાજવીજ સાથે વરસાદ:રાજકોટમાં વીજળીના કડાકાભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ, માaધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયાં, વાહનચાલકો પરેશાન

ગાજવીજ સાથે વરસાદ:રાજકોટમાં વીજળીના કડાકાભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ

  • શહેરમાં NDRFની ટીમ તહેનાત, રસ્તાઓ નદી બન્યા
  • વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી
  • જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર

રાજકોટ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ બપોર બાદ વીજળીના કડાકાભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, આથી શહેરના મુખ્ય માર્ગો પર એકથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે. બીજી તરફ, ભારે માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાતાં બાઇક, રિક્ષા બંધ પડી જતાં ચાલકો પરેશાન થઈ રહ્યા છે.

ગાજવીજ સાથે વરસાદ:રાજકોટમાં વીજળીના કડાકાભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ, માaધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયાં, વાહનચાલકો પરેશાન


આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે NDRFની ટીમ રાજકોટ જિલ્લામાં ઉતારીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેમાં NDRF ટીમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાનાં કટિંગ મશીનો સહિતનાં સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યાં છે. આ NDRFની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે એ તરફ જઇને કામગીરી કરશે.

ગાજવીજ સાથે વરસાદ:રાજકોટમાં વીજળીના કડાકાભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ, માaધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયાં, વાહનચાલકો પરેશાન


રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. જસદણના આટકોટ, જંગવડ, પાચવડા, ગુંદાળા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, આથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. શહેરની માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયાં છે, આથી BRTS બસમાં જતા મુસાફરોને મુશ્કેલી પડી છે.

ગઈકાલે એક કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો

શુક્રવારે રાજકોટમાં 2 ઇંચ વરસાદ બાદ શનિવારે વરસાદે વિરામ લીધો હતો. રવિવારે સાંજે વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. દિવસભર બફારો અને આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને 7 કલાકે વરસાદ શરૂ થયો હતો. વરસાદ બાદ સાંજના સમયે ઠંડો પવન રહેવાને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. સેન્ટ્રલ ઝોનમાં 1 મીમી, ઇસ્ટ ઝોનમાં 9 અને વેસ્ટ ઝોનમાં 2 મિમી વરસાદ પડ્યો હતો


આજી-3, ફોફળ સહિત 7 ડેમમાં નવાં નીર આવ્યાં

છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટના 3, જામનગરના 1 અને મોરબીના 1 અને દેવભૂમિ દ્વારકાના 2 સહિત 7 જળસ્રોતમાં સામાન્યથી લઇને 14.11 ફૂટ સુધીની નવાં નીરની આવક નોંધાઇ છે. સૌથી વધુ દ્વારકાના શેઢાભાડથરીમાં 14.11 ફૂટની આવક થઇ છે. દરમિયાન 84 પૈકી 43 જળાશય ઉપર સામાન્યથી લઇને ચાર ઇંચ સુધીનો વરસાદ થયો છે. દરમિયાન ડેમ સાઇટ પર વરસાદને પગલે ધીમી ધારે નવાં પાણીની આવકનું પ્રમાણ જારી છે.

વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો