જસદણ રાજમાતાના અંતિમ સંસ્કાર થયાં: જસદણ શહેરના પ્રજાજનો શોકગ્રસ્ત
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૫
જસદણમાં ગઇકાલે સોમવારે રાજમાતા પ્રેમિલારાજે શિવરાજ કુમાર ખાચર (ઉ.વ.૮૯) નું નિધન થતાં આજે સવારે એમનો દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો
ગઇકાલે સાંજે તેમનાં દેહાંતની ખબર પડતાં બહોળી સંખ્યામાં વિવિધ આગેવાનો, હોદ્દેદારો, અને પ્રજાજનો શહેરના દરબાર ગઢ ખાતે દોડી જોઈ પરિવારજનોને દિલસોજી વ્યક્ત કરી હતી રજવાડાં સમયથી પ્રજાના સુખદુઃખમાં સાથે રેહનારા રાજમાતાની આજે અંતિમયાત્રા આજે સવારે દરબારગઢ થી નીકળી જેમાં દરેક સમાજના લોકો જોડાય જેમાં રાજમાતાને ભીનાંહદયે અંજલિ અર્પણ કરી હતી અને રાજમાતાના નિધનથી પ્રજા રાંક બની ગઈ હોય એવો અફસોસ વ્યક્ત કર્યો હતો. ગઇકાલે રાજમાતાના નિધનના સમાચાર સાંભળી સોશ્યલ મીડિયામાં ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરા, જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલિયા, જસદણ ચેમ્બરના પ્રમુખ અશોકભાઈ ધાધલ ભાજપના યુવા અગ્રણી વિજયભાઈ રાઠોડ સુન્ની મુસ્લિમ સમાજના ઈમરાનભાઈ ખીમાણી સહિતના અનેક લોકોએ રાજમાતાને શોકાંજલી પાઠવ્યાં બાદ આજે સવારે રાજમાતાના દેહને લોકોનાં દર્શનાર્થે ખુલ્લો મુકયો જેમાં હજજારો લોકોએ ભારે હદયે પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ અંતિમયાત્રામાં જોડાયાં હતાં રજવાડાંની સ્મશાનભૂમિમાં આજે રાજમાતાનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલિન થતાં લોકો ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યાના દ્રશ્યો તાદ્રશ્યો જોવા મળ્યાં હતાં.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News