જસદણ યુવા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખએ ડો. શ્યામાપ્રસાદ મુકરજીને શબ્દાંજલિ પાઠવી
જસદણ શહેર યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજીને આજે તેમની જન્મજયંતિ નિમિત્તે શબ્દાંજલિ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે સ્વ ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ એક ખરાં અર્થમાં સિદ્ધાંતના શિલ્પકાર હતાં તેમની દેશભક્તિની એક વિચારધારા આવનારી પેઢી પણ યાદ કરશે પોતાના જીવન દરમિયાન અલગ અલગ માપદંડ અપનાવી દેશને મજબુત બનાવનાર બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતાં રાજનીતિજ્ઞ, રાષ્ટ્રવાદી અને દેશભક્ત ડો. શ્યામાપ્રસાદ મુખરજીને છેલ્લે વિજયભાઈએ કોટિ કોટિ વંદન પાઠવી શબ્દાંજલિ અર્પણ કરી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News