WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં લમ્પીના વાયરસ વચ્ચે નિ:સ્વાર્થ માનવતાના વાયરસ વરસ્યાં

જસદણમાં લમ્પીના વાયરસ વચ્ચે નિ:સ્વાર્થ માનવતાના વાયરસ વરસ્યાં
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં હાલ ઢોરોમાં લમ્પી વાયરસને કારણે અનેક ઢોર મૂત્યું પામતા પશુપાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે પશુ પાલકો પોતાનાં ઢોર માટે ગમે તેમ કરીને પોતાનાં પશુઓની સારવાર કરી રહ્યાં છે 
પણ જે ઢોરનો કોઈ માલિક નથી એવાં ન ધણીયાત ઢોરના માલિક જસદણના ત્રણ યુવાનો અને એની ટીમ બની હતી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જસદણના સામાજિક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરાને એવો વિચાર આવ્યો કે જસદણમાં હાલ ચોમાસાંમાં શહેરમાં અનેક રખડતી ગાયો રખડતાં ખુંટીયાઓને શરીરમા કોઈ રોગ હોવાથી ચાલી નથી શકતાં કે ઊભા રહી શકતાં નથી તેમણે આ બાબતની પશુ ચિકિત્સક પાસે માહિતી મેળવી 
તેમની સલાહ મુજબ ચોમાસામાં પશુઓને ખરીઓમાં રોગ આ ઉપરાંત હાલ લમ્પીના વાયરસની દહેશત પણ વ્યકત કરતાં હરિભાઈએ દવા અંગે અભિપ્રાય માંગી દવા કેવી રીતે ખવડાવી તે સંપૂર્ણ વિગત જાણી એમણે એમનાં વ્હોટ્સ એપ ગ્રુપમાં જણાવ્યું કે જસદણના રખડતાં ઢોરો માટે ૧૦૦ કિલો લાડવાની જરૂર છે કોઈ દાતા મારો સંપર્ક કરે બીજી જ મિનિટે મોચી સમાજના સામાજિક કાર્યકર દિનેશભાઈ બાવલભાઈ મકવાણાએ ફોન કરી હરિભાઈને જણાવ્યું કે લાડવાનો તમામ ખર્ચ હું આપીશ અને ગુરુવારે સવારે પાંચ મણથી વધું લાડવા તૈયાર થઈ જતાં આ લાડવાનું વિતરણ આખા જસદણના રખડતાં ઢોરોને સામાજિક કાર્યકર લાલભાઈ વિષણુભાઈ દુધરેજીયા અને તેમનાં મિત્રો સાથે કરી એક ખરાં અર્થમાં પૂણ્યનું ભાથું બાંધ્યું હતું.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો