મફતમાં કોરોનાના બૂસ્ટર ડોઝ લેવા માટે શું કરવું જોઈએ ? આ રહી સમગ્ર પ્રક્રિયા
આઝાદીના 75 વર્ષ પુરા થતા કેન્દ્ર સરકાર દ્વારા 18થી 59 વર્ષના લોકોને કોરોનાનો બૂસ્ટર ડોઝ મફતમાં આપવામાં આવી રહ્યો છે. પહેલાં આ ડોઝ 9 મહિનાના અંતરે જ લગાવી શકાતો હતો પરંતુ હવે 6 મહિના બાદ પણ લગાવી શકાય છે.
પહેલાં 18થી 59 વયના લોકોને બૂસ્ટર ડોઝ માટે પૈસા ચૂકવવા પડતા હતા.
આઝાદીના 75 વર્ષ પુરા થતા કેન્દ્ર સરકાર દ્વારા 18થી 59 વર્ષના લોકોને કોરોનાનો બૂસ્ટર ડોઝ મફતમાં આપવામાં આવી રહ્યો છે.
પહેલાં આ ડોઝ 9 મહિનાના અંતરે જ લગાવી શકાતો હતો પરંતુ હવે 6 મહિના બાદ પણ લગાવી શકાય છે. પહેલાં 18થી 59 વયના લોકોને બૂસ્ટર ડોઝ માટે પૈસા ચૂકવવા પડતા હતા.
આવો જાણીએ કામના સમાચારમાં બૂસ્ટર ડોઝ સાથે જોડાયેલા સવાલ-જવાબ.
સવાલ : મફતમાં બૂસ્ટર ડોઝનો અર્થ શું છે ?
જવાબ : ICMR સહિત અનેક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં ખબર પડી હતી કે, કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાના 6 મહિના બાદ એન્ટિબોડી લેવલ ઓછું થઇ જાય છે. જયારે બૂસ્ટર ડોઝથી ઇમ્યુનિટી વધે છે. તેથી બધાએ બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે. તો નિષ્ણાત પણ માને છે કે, કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે.
સવાલ : મફતમાં બૂસ્ટર ડોઝ ક્યાં સુધી આપવામાં આવશે ?
જવાબ : મફતમાં બૂસ્ટર ડોઝ 15 જુલાઈથી આપવાનું શરૂ થયું છે અને 75 દિવસ સુધી આપવામાં આવશે. આ બાદ પૈસા આપવા પડશે.
સવાલ : મફતમાં બૂસ્ટર ડોઝ ક્યાં આપવામાં આવશે ?
જવાબ : મફતમાં બૂસ્ટર ડોઝ દક્ત સરકારી સેન્ટર પર જ આપવામાં આવશે. જો તમે ખાનગી હોસ્પિટલમાં બૂસ્ટર ડોઝ લો છો તો તેના માટે તમારે પૈસા ચૂકવવા પડશે.
સવાલ : ખાનગી હોસ્પિટલ કે સેન્ટરમાં બૂસ્ટર ડોઝ મેળવવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે ?
જવાબ: જ્યારે ખાનગી હોસ્પિટલો સાથે વાત કરતા ખબર પડી હતી કે, બૂસ્ટર ડોઝ લગાવવાનો ખર્ચ 350-400 રૂપિયાની વચ્ચે થાય છે.
તો સરકારી ગાઇડલાઇન અનુસાર, ખાનગી હોસ્પિટલો બૂસ્ટર ડોઝ લગાવવા માટે 150 રૂપિયાથી વધુનો ચાર્જ ન વસૂલી શકે.
સવાલ : જો તમને ફ્રીમાં બૂસ્ટર ડોઝ મળશે તો કઈ રસી આપવામાં આવશે ?
જવાબ: તમે જે વેક્સિનના પહેલાં 2 ડોઝ લીધા છે, તે જ વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. એટલે કે, જો કોવીશીલ્ડના પહેલા 2 ડોઝ આપવામાં આવ્યા છે, તો બૂસ્ટર ડોઝ પણ કોવિશીલ્ડનો જ હશે.
સવાલ : શું બૂસ્ટર ડોઝ લેવા માટે ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે ?
જવાબ : નહીં, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બુસ્ટર ડોઝ અથવા પ્રીકોશન ડોઝ માટે ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી.
સવાલ : મફતમાં બૂસ્ટર ડોઝ મેળવવા માટે શું કરવું જોઈએ ?
જવાબ : પ્રથમ અને બીજા ડોઝ માટે કોવિન પોર્ટલ પર એક એકાઉન્ટ બનાવવામાં આવશે. બીજો ડોઝ લીધાના 6 મહિના પછી તમને કોવિનનો એક મેસેજ મળશે. તે મેસેજની લિંક પર ક્લિક કરો અને વેક્સિન માટે તમારો સ્લોટ બુક કરાવો. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બુસ્ટર ડોઝ માટે ઓફલાઇન સ્લોટ પણ બુક કરાવી શકાય છે.
સવાલ : ડોઝ લીધા બાદ પણ કોઈ ગંભીર સાઇડ ઇફેક્ટ્સ થઇ જાય છે ?
જવાબ : કેટલાક લોકોને જ ગંભીર એલર્જીની સમસ્યા હોય છે. કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ, લો બીપી, ગળામાં સોજો અથવા ફોલ્લીઓ પણ જોવા મળે છે.
સવાલ : બૂસ્ટર ડોઝ કયારે લઇ શકો છો ?
જવાબ : બીજો ડોઝ લીધાના 6 મહિના બાદ બૂસ્ટર ડોઝ લગાવી શકો છો.
સવાલ : હાલમાં જ કોરોના સંક્રમિત થયેલા લોકો બુસ્ટર ડોઝ ક્યારે લઇ શકે ?
જવાબ : કોરોનાથી સાજા થયા બાદ ઓછામાં ઓછા 3 મહિના પછી તમે વેક્સિનનો ડોઝ લઈ શકો છો. એટલે કે જો તમે બે ડોઝ લીધા બાદ સંક્રમિત થયા હતા તો તમે રિકવર થયાના 3 મહિના બાદ જ બુસ્ટર ડોઝ લઈ શકો છો.
સવાલ : ગર્ભવતી મહિલાઓ લઇ શકે છે બૂસ્ટર ડોઝ ?
જવાબ : સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ગર્ભવતી મહિલાઓ પણ બૂસ્ટર લઇ શકે છે.
Tags:
News