અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

નરેશભાઈ પટેલના જન્મદિનએ રકતદાતાઓએ ઉમટી પડવા હાકલ કરતાં હરિભાઈ હીરપરા

નરેશભાઈ પટેલના જન્મદિનએ રકતદાતાઓએ ઉમટી પડવા હાકલ કરતાં હરિભાઈ હીરપરા
વિશ્વ વિખ્યાત ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલનો આગામી તા. ૧૧ જુલાઈ સોમવારના રોજ એમનો જન્મદિન હોય ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના મોટાભાગના શહેરો ગામોમાં રકતદાન કેમ્પો યોજાશે જેમાં સ્વેછીક રક્તદાતાઓને ઉમટી પડવા જસદણના સામાજિક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ હાકલ કરી છે તેમણે જણાવ્યું હતું કે નરેશભાઈના દર જન્મદિને વર્ષોથી ગુજરાતના ગામેગામ પટેલ સમાજના નવ યુવાનો રકતદાન કેમ્પો યોજી એક ખરાં અર્થમાં દેશભક્તિ કરી રહ્યા છે લોહીની હાલ તંગી વચ્ચે નરેશભાઈ પટેલના જન્મદિને ગામેગામ હજજારો બોટલો રક્ત એકત્ર થશે તેનો સીધો લાભ લોહીની જરૂરીયાતવાળા દેશના દર્દીઓને સીધો લાભ મળશે હરિભાઈ એ વધુંમાં જણાવ્યું હતું કે નરેશ પટેલનો સમાજમાં પડયો બોલ ઝીલાય છે અને એ પણ પોતે એક સેવાભાવી સજજન છે તેમનાં થકી હજજારો લોકોને ઘણી મદદ મળી છે આવા સેવાભાવીના જન્મદિને રક્તદાતાઓ દેશના હિત માટે ઉમટી પડે એવી મારી બે હાથ જોડી વિનંતી હરિભાઈ એ અંતમાં કરી છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું