અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં કાલે વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીની પધરામણી અને વચનામૃત

જસદણમાં કાલે વૈષ્ણવાચાર્ય વ્રજરાજ 
કુમારજીની પધરામણી અને વચનામૃત
જસદણ, તા. ૨૫ : વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના સંસ્થાપક અને શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રણેતા વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજકુમારજી મહોદય તારીખ ૨૬-૭ ના રોજ જસદણ ખાતે પધારવાના હોય વૈષ્ણવોમાં ઉત્સાહ ફેલાયો છે.
જસદણની શ્રીનાથજીની હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ તા. ૨૬-૭ ને મંગળવારે બપોર પછી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદય જસદણ ખાતે પધારશે. સાંજે પાંચ કલાકે શ્રીનાથજીની હવેલી જસદણ ખાતે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના અંગે વીડિયો શો યોજાશે. ત્યારબાદ સાંજે ૫-૩૦ કલાકે પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયનું પ્રવચન શરૂ થશે. પ્રવચન ઉપરાંત કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના ખાતમુર્હૂત અંગે મિટિંગ ચર્ચા વિચારણા થશે. ત્યારબાદ સાંજે સાત કલાકે હિંડોળાના દર્શન થશે. જેમાં પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે ઠાકોરજીને હિંડોળા ઝુલાવવામાં આવશે હિંડોળાના દર્શન અને કીર્તન આરતી બાદ ૮ કલાકે મોટી સંખ્યામાં વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શન અને મહાપ્રસાદ બાદ રાત્રે પૂજ્ય વૈષ્ણવચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની પધરામણી જસદણ શહેરમાં યોજાશે. તારીખ ૨૭-૭ ને બુધવારે વ્રજરાજકુમારજી મહોદય દ્વારા શ્રીનાથજીની હવેલી જસદણ ખાતે ભાઈઓ બહેનોને બ્રહ્મસંબંધ આપવામાં આવશે. જસદણ શ્રીનાથજી હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્ટીઓ ભરતભાઈ ધારૈયા, ભરતભાઇ જનાણી, હસુભાઈ ગાંધી, બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા અને કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રીઓ નિલેશભાઈ રાઠોડ તથા સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા અને ટ્રસ્ટી મંડળના અશોકભાઈ મહેતા, સંજયભાઈ સખીયા, ચંદુભાઈ ગોટી, રમેશભાઈ ગોલ્ડચા, વિઠલભાઈ સખિયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
વધુ નવું વધુ જૂનું