WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ વીંછિયા પંથકનાં શિવાલયો કાલથી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

જસદણ વીંછિયા પંથકનાં શિવાલયો કાલથી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ વીંછિયા પંથકમા આવતી કાલ શુક્રવારે પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોય ત્યારે ભાવિકોથી ગામેગામના શિવાલયો હર હર મહાદેવના ના' દથી ગુંજી ઉઠશે આં પૂર્વે બન્ને પંથકનાં નાગરિકોને ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, જસદણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા, જસદણ જીઆઇડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ પત્રકારો હિતેશ ગોસાઈ, હરિભાઈ હીરપરા સહિતનાઓએ પવિત્ર શ્રાવણ માસની નાગરિકોને શુભકામના પાઠવી હતી દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો કાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે જસદણ વીંછિયા આ બન્ને તાલુકાના તમામ શિવાલયોને ભાવિકો માટે આખરી ઓપ અપાયો છે. કાલથી ભાવિકો શિવજીને રીઝવવા પુજા અર્ચના, દાન પુણ્ય કરશે પવિત્ર શ્રાવણ માસને વધાવવા માટે શિવભક્તોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો