અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બગોદરામાં LCBએ રેડ પાડી 6 જુગારીને ઝડપી લીધા

 બગોદરામાં LCBએ રેડ પાડી 6 જુગારીને ઝડપી લીધા


  • બગોદરા ટાઉન પોલીસ સુસુપ્ત અવસ્થામાં
  • કુલ રૂ.98,140 નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરી


બાવળાના બગોદરામાં દુદાણી ફળીમાં રહેતાં પ્રકાશભાઇ કનુભાઈ મકવાણા ( કોળી પટેલ ) પોતાના મકાનની ઓરડીમાં જુગારનો અડ્ડો ચલાવે છે. અને તેનાં રૂપીયા ઉધરાવે છે તેવી બાતમીનાં આધારે એલ.સી.બી.ની ટીમે બગોદરા પોલીસ ને અંધારામાં રાખીને બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને જુગાર રમતાં 6 જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી 66,400 રૂપીયા રોકડા, 1,900 રૂપીયા દાવ ઉપરથી, 4,340 રૂપીયા જુગારનાં ઉઘરાવેલા (નાળ)ના અને 25,500 રૂપીયાના 6 મોબાઇલ મળી કુલ 98,140 રૂપીયાનો મુદામાલ મળી આવતાં તે જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


જીલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ બાવળા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમીનાં આધારે પી.એસ.આઇ.જે.યુ.કલોત્રા, એ.એસ.આઇ.વિજયસિંહ, દિલીપસિંહ, કોન્સ્ટેબલ જયદીપસિંહ, ખુમાનસિંહ, મહેન્દ્રસિંહ, રઘુવીરસિંહ, હરદીપસિહ વગેરે સ્ટાફે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં મકાનની ઓરડીમાં 6 જુગારીઓ ગોળ કુંડાલું વળીને તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતાં જેથી પોલીસે 6 એ જુગારીઓને જુગાર રમતાં ઝડપી લઈને તેમની પાસેથી 66,400 રૂપીયા રોકડા, 1,900 રૂપીયા દાવ ઉપરથી, 4,340 રૂપીયા જુગારનાં ઉઘરાવેલા (નાળ) નાં અને 25,500 રૂપીયાનાં 6 મોબાઇલ મળી કુલ 98,140 રૂપીયાનો મુદામાલ મળી આવતાં તે જપ્ત કરીને પકડાયેલા જુગારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વધુ નવું વધુ જૂનું