ઇલેક્ટ્રોનિક સાધન કે કેલક્યુલેટર વગર 10 મિનિટમાં 300 દાખલા ગણી આપ્યા
- દાખલા ગણવાની ઓનલાઇન સ્પર્ધામાં ગોંડલના 8 વર્ષના વિદ્યાર્થીએ મેળવી સિદ્ધિ
અભ્યાસમાં ગણિતનું નામ પડે અને બાળકોને મૂંઝવણ ચાલુ થવા માંડે ત્યારે એવા પણ બાળકો છે કે જેમણે પોતાના મગજને પૂરેપૂરી રીતે કસીને ગણિત જેવા અઘરા વિષયને પોતાની આંગળીના ટેરવા પર રમાડતું કરી દીધું હોય. ગોંડલના બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના આવા જ 15 બાળકે માઈન્ડ & મેમરી પાવર ટ્રેનરના માર્ગદર્શન નીચે આવી કરામત સરળતાથી કરી બતાવી છે.
કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધન કે કેલ્ક્યુલેટરની મદદ વગર 10 મિનિટ માં 300 દાખલા ગણવાની ઓનલાઈન સ્પર્ધા યુસીમાસે યોજી હતી.જેમાં ગોંડલ ના 15 બાળકે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં માત્ર 8 વર્ષના ચનીયારા ધ્વનિત રોહિતભાઈ એ Z2 કેટેગરી માં ચેમ્પિયનનું બિરુદ મેળવી ને વડોદરા ખાતે ડો.સ્નેહલ કારિયા , સિમ્પલીસીઓ અને મેહુલ જોશીના હસ્તે ટ્રોફી મેળવી હતી.
આ સાથે જ Z2 કેટેગરી માં સમર્થ ઘોણીયા અને Z3 માં યારવી રામાણી એ દ્વિતીય રેન્ક મેળવ્યો હતો. A3 કેટેગરી માં કાકડીયા ધ્યનગ અને Z3 માં વ્યોમ ચનીયારા એ તૃતીય ક્રમ સાથે ટ્રોફી મેળવી હતી. શુભ ચોથાણી અને ઓમ વાઘમશીએ ચોથા નમ્બર નું સ્થાન મેળવ્યું હતું . દર્પ ગજેરા , સમર્થ સોનછાત્રા અને સાર્થક પાનસૂરિયા અલગ અલગ કેટેગરી માં પાંચમા સ્થાન પર આવેલ. ઝોનલ એવોર્ડ માં A3 માં શ્રેય રાઠોડ અને Z3 માં જાડેજા શ્રેયા એ ટ્રોફી જીતી હતી. જ્યારે કાપડિયા સની, ભાલોડી ખુશ અને વૈષ્ણવ તાનીને પાર્ટીસિપેશન મેડલથી સંતોષ માનવો પડ્યો.
માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા જણાવે છે કે આ બાળકોએ અબેકસ પદ્ધતિની મદદથી ગણિતને સાવ રમત બનાવી દીધું. આ સ્પર્ધા દ્વારા બાળક સરવાળા, બાદબાકી ગુણાકાર ભાગાકાર તો કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટર કરતા પણ ઝડપ થી કરી જ લે છે પરંતુ સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ , લોજીક એપ્લાય , ઝડપથી વિચારવાની ક્ષમતા આ બધું પણ નાનપણ થી જ શીખતા થઈ જાય છે.
અને આ બાળકો ભવિષ્યની કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નાની ઉંમરથી જ તૈયાર થાય છે. આ બાળકોને રજનીશ રાજપરા, ઈશાની ભટ્ટ , ઈશા ટાંક અને કાવ્યા સાવલિયાના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવ્યા હતા. હવે આ બાળકો વર્ષે 2023 માં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની આવી જ પરીક્ષા માટેની તૈયારી કરશે.