અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદ જિલ્લામાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે 1,49,642 ને રસીકરણથી રક્ષિત કરાયાં : botad news

બોટાદ જિલ્લામાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે 1,49,642 ને રસીકરણથી રક્ષિત કરાયાં


  • પશુઓમાં લમ્પી વાઈરસનાં લક્ષણો જણાય તો તાત્કાલિક 1962 હેલ્પલાઈન અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક સાધવા જાહેર અનુરોધ કરાયો

બોટાદ જિલ્લામાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે 1,49,642 ને રસીકરણથી રક્ષિત કરાયાં : botad news

બોટાદ જિલ્લામાં 121 ગામોમાં 1605 જેટલા પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયેલા છે ત્યારે જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ.આર.જી.માળીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પશુપાલન વિભાગ અને મધુસુદન ડેરી દ્વારા પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને અટકાવવા માટે બોટાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી જિલ્લામાં અસરગ્રસ્ત ગામના નિરોગી પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

બોટાદ તાલુકામાં 467, ગઢડા તાલુકામાં 809, રાણપુર તાલુકામાં 307 અને બરવાળા તાલુકામાં 22 સહિત જિલ્લામાં કુલ 1605 જેટલાં પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયેલા છે. જિલ્લામાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે બોટાદ તાલુકામાં-36,491, ગઢડા તાલુકામાં 48,759, રાણપુર તાલુકામાં29,617 અને બરવાળા તાલુકામાં14,775 સહિત જિલ્લામાં કુલ1,49,642 પશુઓને લમ્પી વાઇરસ વિરોધી રસીકરણથી રક્ષીત કરવામાં આવ્યાં છે.

બોટાદ જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ.આર.જી.માળીએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના લમ્પીગ્રસ્ત તમામ ગામોમાં નિરોગી પશુઓને રસી આપીને રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં 1605 જેટલા પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયા છે. ત્યારે સમયસર રસીકરણના લીધે 840 પશુઓમાં રિકવરી પણ જોવા મળી રહી છે અને નવા કેસ પણ આવતા ઓછા થયાં છે. લમ્પી અસરગ્રસ્ત ગામોમાં સઘન સારવાર પુરી પાડવામાં આવી રહી છે.

વધુમાં આર.જી.માળીએ જણાવ્યું હતું કે, જો કોઇ પશુ લમ્પી વેક્સીનથી બાકી રહી ગયા હોય તો તેવા પશુઓની જાણ થતાં જ તેવા પશુઓને વેક્સીનની રસી પુરી પાડવામાં આવે છે. પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો તાત્કાલિક 1962 હેલ્પલાઈન અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક સાધવા જાહેર અનુરોધ કર્યો છે.

વધુ નવું વધુ જૂનું