અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના સામાન્ય ખેડૂતો અને માલધારીઓના ઢોરોની તાત્કાલિક મફત સારવાર આપો: હરિ હીરપરા

જસદણના સામાન્ય ખેડૂતો અને માલધારીઓના ઢોરોની તાત્કાલિક મફત સારવાર આપો: હરિ હીરપરા
જસદણ સહિત સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાઓ પર ઢોરોમાં લમ્પી વાયરસએ હાહાકાર મચાવી ખેડુતો અને માલધારીઓની રાત દિવસની શાંતિ હરામ કરી દીધી છે ત્યારે જસદણ શહેરના તમામ પશુધનનું નિદાન કરી જરૂરી રસી દવાઓ આપવામાં આવે એવી માંગ યુવા સામાજિક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ સરકાર સામે એક નિવેદનમાં ઊઠાવી છે તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઢોરોમાં લમ્પી વાયરસ સામે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ જસદણ શહેરમાં મોટાં ભાગનાં ખેડુતો અને માલધારીઓના ઢોરોની કોઈ કાળજી તંત્ર દ્વારા લેવામાં આવી નથી કોઈ ખેડુત માલધારીઓ પશુ વિભાગમાં પોતાનાં ઢોરની બિમારી અંગે રજુઆત કરે તો તંત્ર તો ગોળ ગોળ જવાબ આપી લાજવાને બદલે ગાજે છે હરિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પશુ પાલન વિભાગની ગુલબાંગો સામે કોઈ ખેડુત અને માલધારીઓના ઢોરોની સારવાર વર્ષોથી નિવેદ ધર્યા વગર થતી નથી જો નિવેદ ધરવામાં ન આવે તો ઢોરોની સારવાર કરવામા આવતી નથી આ વાસ્તવિકતા સામે સરકાર પણ પશુ સાથે સંકળાયેલા જવાબદારો સામે ઠોસ કદમ ઉઠાવતી ન હોવાથી કર્મચારીઓને પણ ફાવતું જડી ગયું છે શ્રી હીરપરા એ વધુમાં જણાવ્યું કે હાલ લમ્પી વાયરસથી રાજ્યમાં અનેક ઢોરો મરણ પામેલ છે ત્યારે સરકારનાં પશુપાલન વિભાગ એ જસદણ શહેર માટે દરેક ઢોરોના રોગનું નિદાન થાય અને જો બિમાર હોય તો તેને પુરતી દવાઓ મળવી જોઈએ આ માટે જુદાં જુદાં વિસ્તારોમાં કૅમ્પો યોજી અથવા તો એકલ દોકલ ઢોરોની તાત્કાલિક ધોરણે અસરકારક સારવાર કરવી જોઈએ અને પશુપાલન વિભાગમાં ભાગ બટાઈ ગેરરીતિ કરતાઓની મિલ્કત આવકની તપાસ કરી તેમનાં પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તો જ ઢોરોમાં આવેલ રોગો નિયંત્રણમાં રહેશે એમ હરી પટેલ એ અંતમાં જણાવ્યું છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું