દેશના અગ્રીમ વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈના જન્મદિને શબ્દાંજલિ પાઠવતા જયંત મોવલિયા
જસદણના જાણીતા શિક્ષણવિદ્દ અને પ્રકૃતિ પ્રેમી જયંતભાઈ મોવલિયા (મો.9824425440) એ આજે દેશને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે અમૂલ્ય ગૌરવ અપાવનારા ડો. વિક્રમ સારાભાઈની આજે શુક્રવારે ૧૦૩મી જન્મજયંતિ અવસરે શબ્દાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે જયંતભાઈ મોવલિયાએ જણાવ્યું હતું કે ૧૨ ઓગષ્ટ ૧૯૧૯માં જન્મેલા અને ૨૧ ડિસેમ્બર ૧૯૭૧માં અવસાન પામેલ અવકાશ યુગના પ્રણેતા ડો. વિક્રમ સારાભાઈએ વર્ષો સુધી દેશ માટે કામ કરી એક ખરાં અર્થમાં નોંધપાત્ર સેવા પ્રદાન કરી તેનો લાભ આજે પણ લોકો લઈ રહ્યાં છે તે ક્યારેય ભુલાશે નહિ વધુમાં જણાવ્યું હતું કે એમણે કરેલાં અનેક વૈજ્ઞાનિક સંશોધન દેશના હજજારો લાખો વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યાં છે તે આવનારી પેઢી માટે ઉપયોગી અને માર્ગદર્શન બની રહેશે. છેલ્લે જયંતભાઈ મોવલિયાએ ડો. વિક્રમ સારાભાઈને આજે જન્મજયંતિ નિમીતે તેમનાં સદ્દકાર્યો યાદ કરી વંદન પાઠવ્યાં હતાં.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
birthday