અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ અને ઘેલાં સોમનાથ ખાતે ગુરૂવારે સંત શ્રી પ. પૂ. સદ્દગુરુદેવ હરીરામબાપાનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાશે

જસદણ અને ઘેલાં સોમનાથ ખાતે ગુરૂવારે સંત શ્રી પ. પૂ. સદ્દગુરુદેવ હરીરામબાપાનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૪
જસદણ સહિત ઠેર ઠેર રામનામની આહલેક જગાડનારા અને ભૂખ્યાજનો માટે અનેક ગામોમાં સદાવ્રત ખોલનારા સંત શ્રી હરિરામબાપાનો કાલે ગુરુવારે ૮૯મો જન્મજયંતિ મહોત્સવ હોય આ દિવસે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે 
આ અંગે જલારામ સત્સંગ મંડળ અને હરિ પરિવારના સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે જસદણ, આટકોટ, નાગપુરમાં દરરોજ બન્ને સમય હજજારો ભુખ્યજનોની આંતરડી ઠારનાર પરમ પૂજ્ય શ્રી હરિરામબાપાની ૮૯ મી જન્મજંયતિ હોય તે અનુસંધાને વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા.૨૫ ઓગષ્ટ અને ગુરુવારે વહેલી સવારે ૫:૩૦ કલાકથી અખંડ રામાયણના પાઠ કરવામાં આવશે 
ત્યારબાદ જસદણની પટેલ સ્ટ્રીટમાં આવેલા જલારામ મંદિરમાં આખો દિવસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશેષ રામધુન, મહા આરતી, અને બપોરે, સાંજે બન્ને સમય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે જલારામ સત્સંગ મંડળ, અને હરિ પરિવારના સભ્યો અથાક મહેનત કરી રહ્યા છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું