જસદણ મોઢ વણિક સમાજના અગ્રણી ઈશ્વરભાઈ જીવાણીનો આજે જન્મદિન
જસદણ મોઢ વણિક સમાજના અગ્રણી ઈશ્વરલાલ પ્રેમચંદ જીવાણીનો આજે જન્મદિન હોવાથી તેમને વિવિધ માધ્યમો પર આજ સવારથી શુભેચ્છા વરસી રહી છે હજજારો લોકોનો પ્રેમ, લાગણી, આદર મેળવનારા શ્રીજીબાવામાં અપાર શ્રદ્ધા ધરાવતાં ભાંગ્યાના ભેરું ઈશ્વરલાલનો જન્મ તા.૩૦ ૮ ૧૯૪૨ના રોજ જસદણ મુકામે થયો હતો. સમાજ માટે કંઇક કરી છૂટવું જોઈએ એવી ઉમદા અને ઉદાર ભાવના ધરાવતાં યુવાન જેવી સ્ફૂર્તિ ધરાવતાં ઈશ્વરલાલ આજે પોતાની જીવનયાત્રાના ૮૧માં વર્ષમાં પ્રવેશતા તેમનો (મો.9427887212) સવારથી રણકી રહ્યો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
birthday