કાલે જસદણ વીંછિયા માર્કેટયાર્ડના પ્રમુખોની ચૂંટણી: કોણ બાજી મારશે ?
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૩૧
જસદણ અને વીંછિયા માર્કેટયાર્ડની બહું ગાજેલી ચૂંટણીને વિતી જવાનો ખાસ્સો સમય વિતી ગયો
પણ આ બન્ને યાર્ડના પ્રમુખો આવતી કાલે ગુરુવારે બનશે ત્યારે સભ્યો કોની ઉપર કળશ ઢોળશે તે અંગે સહકારી અને રાજકીય લોબીમાં જુદાં જુદાં ગણિત મંડાયા છે
પણ પણ અંતે તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ એ ઉકિત મુજબ છેલ્લે ઘી ના ઠામમાં ઘી પડી જશે જે અંગે કોઈ શંકા નથી છેલ્લે બધાં સભ્યો યાર્ડના ખર્ચે ચા પાણી પી છુટ્ટા પડશે
આમ બન્ને યાર્ડ સહકારી ગણાય પણ ચૂંટાયેલા સભ્યો કોઈને કોઈ રાજકીય પાર્ટી સાથે પરોક્ષ અને પ્રત્યેક્ષ રીતે જોડાયેલા હોવાથી આખરે રાજકીય નેતાઓનુ હા જી હા કરવું પડતું હોય એ ખેડૂતોની કમનશીબી છે ભૂતકાળમાં યાર્ડોમાં ભારે ગેરરીતિ ભ્રષ્ટચારના પોપડા ખર્યા ઉઘાડપગા ખેડુતોનું શોષણ એ હેડિંગ હેઠળ સમાચારો ભારે ગાજેલ ત્યારે કાલે જસદણ વીંછિયા યાર્ડમાં સભ્યો પોતાનાં પ્રમુખને ચુંટી કાઢશે. ત્યારે આવનાર પ્રમુખ દરેકને સરખો ન્યાય અપાવે એવું લોકો ઈચ્છી રહ્યા છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News