WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના લાલકા થી વડોદ સુઘી રોડ રિપેર કરવા અશોકભાઈની રજુઆત

જસદણના લાલકા થી વડોદ સુઘી રોડ રિપેર કરવા અશોકભાઈની રજુઆત

જસદણ તાલુકાના ગોડલાધાર ગામના પૂર્વ સરપંચ તેમજ જસદણ યાર્ડના પૂર્વ ડિરેક્‍ટર તેમજ રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અશોકભાઈ મહાદેવભાઇ ચાવ દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, જસદણના ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા સહિતનાને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા મુજબ છેલ્લા ઘણા સમયથી જસદણ બાયપાસ રોડ અને લાલકા (વાવ) થી વડોદનો રોડ અતિ જર્જરીત અને ચાલવા લાયક નહી હોય તે રસ્‍તા ઉપર મોટા - મોટા ગાબડા પડેલ હોય જેથી અવારનવાર નાના અકસ્‍માત થતા હોય છે 
અને રાત્રી દરમ્‍યાન મોટી ઉંમરના લોકોને વાડી વિસ્‍તારમાં અવરજવરમાં તકલીફ પડે છે. મોટા વાહનોની લાઈટમાં ખાડા દેખાતા નથી જેથી રાહદારી વાહન ચાલકની જિંદગી જોખમમાં મુકાય છે. કોઇ પરિવારનો માળો વિખાય જાય એ પહેલા તાત્‍કાલિક અસરથી ડામર પેચ વર્ક કરી રીપેર કરવા અંતમાં અગ્રણી અશોકભાઈ ચાવે રજૂઆત કરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો