અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

કાલે રાજકોટીયન્સ આન બાન શાનથી ત્રિરંગો લહેરાવશે: દુરૈયાબેન મુસાણીએ શુભેચ્છા પાઠવી

કાલે રાજકોટીયન્સ આન બાન શાનથી ત્રિરંગો લહેરાવશે: દુરૈયાબેન મુસાણીએ શુભેચ્છા પાઠવી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૪
સોમવારે સ્‍વાતંત્રય પર્વ હોય ચોમેર દેશભક્‍તિનો માહોલ છવાયો છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષના રૂપમાં આ વર્ષે આઝાદીના અમૃત મહોત્‍સવની પણ ઉજવણી ચાલી રહી હોય જન જનના હૈયે ઉમંગ બેવડાયો છે.
સોમવારે આન બાન અને શાનભેર તિરંગાને સલામી અપાશે. અદબભેર સલામી આપી રાષ્‍ટ્રગીતનું ગાન ગવાશે. ત્‍યારે રાજકોટમાં પણ વિવિધ શાળા કોલેજો અને સંસ્‍થાઓ દ્વારા ધ્‍વજ વંદન તેમજ દેશભક્‍તિસભર સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન થયુ છે. આ આઝાદી ઉત્સવની રાજકોટના સમાજસેવિકા દુરૈયાબેન મુલ્લા શિરાઝભાઈ મુસાણીએ સર્વે નાગરિકોને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે રાજકોટ શહેરના પોલિસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવને કાલે વિશિષ્ઠ સેવા મેડલથી નવાઝવામાં આવશે ત્યારે તે અંગે પણ અભિનંદન અને શુભકામના પાઠવી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું