WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં દેશપ્રેમ છલકાયો:ધ્વજવંદન અને દેશભક્તિસભર કાર્યક્રમો યોજાયા

 જસદણમાં દેશપ્રેમ છલકાયો:ધ્વજવંદન અને દેશભક્તિસભર કાર્યક્રમો યોજાયા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ

તા.૧૫

 દેશના ૭૫માં સ્વાતત્ર્ય પ્રસંગે જસદણમાં ચોમેર વતન પ્રત્યેનો પ્રેમ વરસી પડ્યો હતો 

શહેરમાં સરકારી અર્ધ સરકારી કચેરીઓ શાળા કોલેજ અને વિવિધ સંસ્થાઓ દ્વારા આજે વહેલી સવારે ધ્વજવંદન અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા 



જસદણ નગરપાલિકા કચેરીમાં આજે પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રુપારેલીયાના હસ્તે અને જસદણની  કચેરીઓમાં વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ સામાજિક રાજકીય સેવાકીય શેક્ષણિક સંસ્થાઓના આગેવાનો પ્રતિનિધિ અને કાર્યકરો વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. 



જસદણમાં રવિવારે સવારથી મોટા ભાગના વાહનચાલકો એ પોતાના વાહનોમાં ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો આ અવસરે શહેરના સામાજિક અગ્રણીઓ અલ્પેશભાઈ રુપારેલીયા, 



જસદણ જીઆઇડીસી એસોસિએશન અને જસદણ શહેર ભાજપ બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ, 


સામાજિક કાર્યકર હરિભાઈ હિરપરાએ પણ દેશને અદબભેર સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આમ શહેરમાં ચોમેર અદમ્ય ઉત્સાહ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ હતી.

હુસામુદ્દીન કપાસી જસદણ મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો