અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ચોટીલા બન્યું સિંહોનો કોરીડોર; 2થી 5 વર્ષમાં સિંહ વસવાટ કરે તેવી શક્યતા | chotila news

ચોટીલા બન્યું સિંહોનો કોરીડોર; 2થી 5 વર્ષમાં સિંહ વસવાટ કરે તેવી શક્યતા


  • કૂવા ઢાંકવા, પશુવાડાની દીવાલો ઊંચી કરવા ગ્રામજનોને સમજાવાયા
  • વર્ષ 2019-20માં 148 દિવસ સુધી બે સિંહે ચોટીલાનાં જંગલોમાં ફરિયાણ કર્યું હતું

મા ચામુંડાનાં સાનિધ્યમાં 148 દિવસનો વિહાર કરીને ગીર પાછા ફરેલા 2 સિંહની ડણક બુધવારે ‘વિશ્વ સિંહ દિવસ’એ ફરી સંભળાઈ હોય, તેવી અનુભૂતિ ચોટીલા તાલુકાનાં ગામોમાં થઈ હતી. વન વિભાગે ઝાલાવાડમાં પ્રથમ વાર ‘વિશ્વ સિંહ દિવસ’ મનાવ્યો હતો અને એ નિમિત્તે શાળાનાં બાળકોને સિંહ સાથે મિત્રતા કરવા તથા ગામલોકોને પશુવાડાના પાળા ઊંચા રાખવા, કૂવા ઢાંકવા સહિતની માહિતી આપતાં આગામી 2થી 5 વર્ષમાં ચોટીલા તાલુકામાં સિંહ પાછા આવે ને વસવાટ કરે, તેવી ઊજળી શક્યતા વન વિભાગે વ્યક્ત કરી છે.

ચોટીલા બન્યું સિંહોનો કોરીડોર; 2થી 5 વર્ષમાં સિંહ વસવાટ કરે તેવી શક્યતા | chotila news

આમ તો સિંહોનો જ્યાં વસવાટ અને ફરિયાણ હોય તેવા વિસ્તારોની તમામ શાળાઓમાં 10 ઑગસ્ટે વિશ્વ સિંહ દિવસ મનાવાયો હોય છે. વર્ષ 2019-20માં 5 માસ જેટલો સમય ચોટીલા પંથકમાં ગીરના રાજા એવા 2 કેસરી વિહારીને પરત ગયા હતા, જેથી આ તાલુકાનો બૃહદ્ ગીરમાં સમાવેશ થયો છે જેથી કોરોના બાદ અહીંના ઇતિહાસમાં પ્રથમ વાર સિંહ દિવસ મનાવાયો હતો.

સણોસરા, રાજપરા, લાખણકા, નાવા, ચીરોડા (ભા), ચોબારી, પાચવડા, આણંદપુર, જીઝૂંડા, પાજવાળી ગામો સહિતની 160થી વધુ શાળામાં બેનર, મોહરું, સિંહ ફિલ્મની સીડી, પ્રતિજ્ઞા પત્ર સહિતની કિટ સાસણ વન વિભાગ દ્વારા પહોંચાડવામાં આવી હતી અને લોકજાગૃતિ અને સિંહ સંરક્ષણ માટે વિવિધ કાર્યક્રમો ઉજવણી અંતર્ગત યોજાયા હતા, જેમાં 21 હજાર વિદ્યાર્થી, શિક્ષકો અને નાગરિકો મળી 25 હજાર જેટલા લોકો સહભાગી બન્યા હતા.

ચોટીલા બન્યું સિંહોનો કોરીડોર; 2થી 5 વર્ષમાં સિંહ વસવાટ કરે તેવી શક્યતા | chotila news

જિલ્લા ડીએફઓ નિકુંજ પરમાર, ચોટીલા આરએફઓ એન. પી. રોજાસરા, પાંચાળ નેચર ક્લબના મયૂરસિંહ ઝાલા સહિતના વન્યકર્મી અને લાયન વૉલિયન્ટરો ઉત્સાહપૂર્વક ઉજવણીના સહભાગી બન્યા હતા. જેઓએ અલગ અલગ ગામોમાં સિંહ, જંગલ અને માનવ વસ્તી વચ્ચે તાદમ્ય કેવી રીતે રાખી શકાય તેમજ સિંહના વસવાટથી થતા ફાયદાઓ અને સિંહ સંરક્ષણ સંકલ્પને સિદ્ધ કરવા લોકો અને વિદ્યાર્થીઓને સમજ આપી હતી. શાળાઓમાં રંગોળી દ્વારા સંરક્ષણ, માનવસાંકળથી શબ્દો રચી ‘સેવ લાયન’, ‘લાયન ડે’નો મેસેજ અપાયો હતો.

ભવિષ્યમાં સાવજની ડણક ગુંજવાની વકી

વર્ષ 2019-20માં અહીં સિંહો આવ્યા હતા. ભવિષ્યમાં પણ આવવાની શક્યતા રહેલી હોઈ જિલ્લામાં ચોટીલા તાલુકો સિંહ કોરીડોર તરીકે છે. સિંહ આવે તો લોકો વિદ્યાર્થીઓ જાગ્રત બને શું કરવું શું ન કરવું અને સિંહનું સંરક્ષણ કેવી રીતે કરવું તેવા ઉમદા આશયથી લોકોમાં મેસેજ જાય અને જાગૃતિ ફેલાય તેવો વન વિભાગ દ્વારા આજે ઉજવણી સાથે પ્રયાસ કરાયો છે.’ - નિકુંજ પરમાર, ડીએફઓ, સુરેન્દ્રનગર

ચોટીલા આવેલો એક સિંહ મૃત્યુ પામ્યો

2 સિંહ પાઠડા 17 નવેમ્બર, 2019થી 6 એપ્રિલ, 2020 એમ 148 દિવસ રહ્યા હતા. રાજપરા જંગલમાં 3 ડિસેમ્બર, 2019એ એક સિંહને રેડિયો કૉલર પહેરાવાયો હતો જ્યારે 2 માર્ચ, 2020એ ચોબારી સીમમાં ઇનફાઇટમાં દીપડાનું મારણ કર્યું હતું. ચોટીલામાં પહેરાવાયેલ આઇડી બેલ્ટવાળા સિંહનું એપ્રિલ, 2022માં વિસાવદરના પિયાવા ગામની સીમમાં અકસ્માતે કુવામાં પડી જવાથી મૃત્યુ થયું હતું.’ - એન. પી. રોજાસરા, આરએફઓ, ચોટીલા

​​​​​​​સાવજથી જંગલ વધે

​​​​​​​જિલ્લા વન અધિકારીએ લોકોને જાગ્રત કરતાં જણાવ્યું હતું કે જે પંથકમાં સિંહનો વસવાટ છે ત્યાં વિસ્તારમાં અનેક ફાયદા છે, જંગલમાં વનચક્ર પૂર્ણ અમલમાં આવે છે, જંગલ વધુ ગાઢ થાય છે, વન્યજીવન સુધરે છે, લોકો ગીરમાં સાવજ વચ્ચે પણ જીવન ગુજારે છે. રોઝ ભૂંડ જેવા જાનવરોનું ખેતી નુકશાન ઘટી જાય છે. અને સિંહ માનવી ઉપર હાનિકર્તા નથી એટલે જ એ જંગલનો રાજા છે.

વધુ નવું વધુ જૂનું