રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, સાત જિલ્લામાં યલો એલર્ટ
- દ. ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
- 16મીને મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
- ઉત્તર અને સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું
હવામાન વિભાગે 16મીને મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ 17મીને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 16મીના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16મી ઓગષ્ટના રોજ ગુજરાતને વધુ એક વખત મેઘરાજા ધમરોળશે.
દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે.હવામાન વિભાગ અનુસાર, આગામી 16 ઓગસ્ટ મંગળવારે ગુજરાતને મેઘરાજા ધમરોળશે.
હવામાન વિભાગ અનુસાર, 16 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યાં જ 17 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે