અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

દાહોદના પીડિત વ્હોરા પરિવારને સાંત્વના પાઠવતાં દુરૈયાબેન મુસાણી

દાહોદના પીડિત વ્હોરા પરિવારને સાંત્વના પાઠવતાં દુરૈયાબેન મુસાણી
દાહોદમાં ગત શુક્રવારે એક દાઉદી વ્હોરા સમાજની એક મંદબુદ્ધિ, મુકબધિર ૧૯ વર્ષીય યુવતી પર દાહોદ તાલુકાના તરવાડિયા હિંમત ગામના નાલાયક નરાધમ વિજય રમેશ પણદા નામના નફ્ફટ યુવાને દુષ્કર્મ ગુજારતા આ બનાવ અંગે પીડિતાના પરિવારને ગુજરાત રાજયના મહીલા અને બાળમિત્રના સભ્ય તથા રાજકોટ દાઉદી વ્હોરા સમાજ સેવા ગ્રુપના દુરૈયાબેન મુલ્લાં શિરાજભાઈ મુસાણી એ પીડિતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી 
અત્રે નોંધનીય છે કે દાહોદ માં બનેલ આ ધટનાથી રાજ્યભરમાં શાંતિમય અને ધર્મભીરુ ગણાતી દાઉદી વ્હોરા કોમમાં ભારે રોષ જોવા મળ્યો હતો જો કે ઘટનાની ગંભીરતા લઈ પોલીસત્તંત્રએ પણ હવસખોર રમેશને પણ તાત્કાલિક દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું ત્યારે રાજકોટના સમાજસેવક દુરૈયાબેન મુસાણી એ પણ આરોપી પર ટુંકા સમયમાં કેસ ઝડપભેર ચાલે અને કાયદા મુજબ સજા થાય એવી માંગણી કરી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો