WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં સોમવારથી સ્વાદ શોખીનો માટે એક વધું રેસ્ટોરન્ટ ખુલશે: વાનગી રસિયાઓમાં આનંદ

જસદણમાં સોમવારથી સ્વાદ શોખીનો માટે એક વધું રેસ્ટોરન્ટ ખુલશે: વાનગી રસિયાઓમાં આનંદ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આગામી તા.૩ ઓકટોબર ૨૦૨૨ ને સોમવારથી નવા માર્કેટિંગ યાર્ડ બાયપાસ પાસે એક અલગ જ પ્રકારની વિવિઘ વાનગીઓ પીરસતી સહજાનંદ નામનું રેસ્ટોરન્ટ ખુલવાનું છે ત્યારે સ્વાદ શોખીનો માટે ખુશાલીના ઘોડાપુર છવાયા છે જસદણમાં લાંબા સમય બાદ સ્વાદ શોખીનોને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઈન્ડિયનની હજજારો વાનગીઓ ઍક જ છત નીચે મળવાની હોવાથી સ્વાદ રસિયાઓને દુર દુર સુધી ભટકવું નહી પડે ખાસ કરીને જે કોઈ દુરથી હાઇવે પર મુસાફરી કરતો પરિવાર આ રેસ્ટોરન્ટ પર એક ખરાં અર્થમાં પરમ શાંતિનો અનુભવ કરશે 
આ અંગે સ્વાદ શોખીન પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે જસદણમાં અમારા જેવા સ્વાદ રસિયા માટે ફૂડ ખાવા માટે જુદી જુદી જગ્યાએ જવા આવવા માટે સમય જતો પણ હવે એક રેસ્ટોરન્ટમાં અમને બધી વાનગીઓ ખાવા મળશે હરિભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે હાલ જસદણનો વ્યાપ અને વસ્તી વધી રહી છે અને જસદણનિયન્સ પણ બહુધા પ્રમાણમાં સ્વાદપ્રિય હોવાથી તેમને માટે એક નજરાણું બની રહેશે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો