અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિંછીયામાં છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા રાહુલ અને રીતીક પકડાયા

વિંછીયામાં છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા રાહુલ અને રીતીક પકડાયા
વિંછીયા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા બે શખ્‍સોને પેરોલ ફર્લો સ્‍કવોડે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં નાસતા - ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે સૂચના આપતા પેરોલ ફર્લો સ્‍કવોડના પીઆઇ બી.ટી.ગોહિલ સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે કોન્‍સ. સીરાઝભાઇ ચાનીયા, યોગેન્‍દ્રસિંહ ઝાલા તથા અનિલસિંહ ગોહિલને બાતમી મળતા વિંછીયા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા રાહુલ રમેશભાઇ ચુડાસમા (ઉ.૨૫) (રહે. ચુનારાવાડ શેરી નં. ૫ લાખાભાઇના મકાનમાં ભાડે) અને રીતીક રમેશભાઇ ચુડાસમા (ઉ.વ.૨૦) (રહે. ચુનારાવાડ હાલ નવાગામ છપ્‍પનીયા કવાર્ટરમાં સાજીદભાઇના કવાર્ટરમાં ભાડે)ને પકડી લઇ બંનેને વિંછીયા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. આ કામગીરી એએસઆઇ ઝહીરભાઇ ખફીફ, હેડ કોન્‍સ. જયદીપસિંહ જાડેજા, રાજદીપસિંહ ચૌહાણ, કોન્‍સ. અનિલસિંહ ગોહિલ, સીરાઝભાઇ ચાનીયા, યોગેન્‍દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ રાણા, મયુરસિંહ પરમાર તથા હરીભાઇ બાલસરા દ્વારા કરવામાં આવી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું