અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ નગરપાલિકાના પ્રમુખએ જીએનએલયુ ના સુધારાને આવકાર્યું: હવે નગરપાલિકામાં સીધી ભરતી થશે

જસદણ નગરપાલિકાના પ્રમુખએ જીએનએલયુ ના સુધારાને આવકાર્યું: હવે નગરપાલિકામાં સીધી ભરતી થશે

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૪
જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા એ જીએનએલયુ સુધારાને આવકારી ગુજરાત રાજયની સરકારની એક વધું સિદ્ધિ ગણાવી હતી 
૧૪ મી વિધાનસભાના અંતિમ દિવસે ૬૦ વર્ષ જૂના ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં સુધારો થયો હતો જેમા અગાઉ જે નગરપાલિકામાં ભરતી સેવાના જે નીતિ નિયમો હતાં જેમાં રાહત થઈ હોવાનું અનિતાબેન એ જણાવ્યું હતું હવે શહેરના નાગરીકો પાસેથી કોઈ વાંધા સૂચન માંગવામાં આવશે નહિ તેથી ભરતીમાં કોઈ વિલંબ નહી થાય શહેરી વિકાસ વિભાગની કોઈ મંજૂરી લેવાની મુક્તિ વગર માત્ર સરકાર નક્કી કરે તે રિક્રુંમેન્ટ રૂલ્સથી ભરતી થશે આ સુધારો વિધાનસભામાં સર્વાનુમત્તે પસાર થતાં તેને આવકારી અનીતાબેને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા, કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વગેરેને અભિનંદન પાઠવ્યા હતા.
વધુ નવું વધુ જૂનું