વીંછિયાના ભદ્રેશ્વર મહાદેવ મંદિરમાં આવતાં અસામાજિક તત્વો પર પગલાં લેવા માંગણી
વીંછિયાના ભદ્રેશ્વર મહાદેવ મંદિરમાં દરરોજ પડ્યાં પાથર્યા રહેતા અસામાજિક તત્ત્વોને જેલના સળિયા ગણાવો એવી માંગણી વીંછિયા પોલીસ મથકમાં લેખિતમાં થઈ છે જસદણ અને વીંછિયા પંથકમાં હાલ યુવા અને વિદ્યાર્થી વર્ગમાં ચરસ ગાંજો અને જુદાં જુદાં પ્રકારના મોંઘાદાટ ડ્રગસ લેવાનું ચલણ પૂરજોશમાં વધી ગયું છે
જસદણના વિવિઘ વિસ્તારોની શેરી ગલીમાં પેડલરો અને નશાખોરો સવાર સાંજ અને રાત્રીના પોતાનાં ડેરા તંબુ તાણીને પડ્યાં પાથર્યા રહેતા હોય છે ખાસ કરીને પાન, ફાકી સિગારેટની દુકાનો અને ચા કોફીની દુકાનો અને એની આજુબાજુના વિસ્તારોમાં ડ્રગસ મસળી સિગારેટો ફુક્તા જૉવા મળી રહયા છે ત્યારે વીંછિયાના રેવાણીયારોડ, ચોટીલારોડ, પુલના છેડે આવેલા ૧૨૫ વર્ષ જુના આવેલ વિખ્યાત ભદ્રેશ્વર મહાદેવ મંદિરના બગીચામાં ગાંજા ચરસ અને અન્ય ડ્રગસના નશાખોરો તથા ૧૫ જેટલાં જુગારીઓ સામે પગલાં ભરવા આ મંદિરના કમિટીના સભ્યો દ્વારા વીંછિયા પોલીસમાં લેખિત રજુઆત કરવામાં આવી છે સભ્યોએ જણાવ્યું હતું કે આ મંદિરના બગીચામાં સાંજના ચાર વાગ્યા પછી એક પછી એક અસામાજિક તત્વો બિન અધિકૃત રીતે આવી ધાર્મિક જગ્યામાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે તો એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા વીંછિયા પીએસઆઈને લેખિત રજુઆત કરવામાં આવી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ