અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણની સેવાકીય પ્રવૃતિઓ માટે નવા કાર્યાલય (ઓફિસ)નો આજથી શુભારંભ.
જસદણમાં પર્યાવરણ તેમજ સામાજિક ક્ષેત્રે સેવાકાર્યોમાં હંમેશા અગ્રસર રહેતી સંસ્થા એટલે "અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ" તેમના કાર્યક્ષેત્રના વિસ્તરણ માટે તા. 26/09/2022 ના પ્રથમ શુભ નોરતે ટ્રસ્ટના યુવા સભ્યોએ જસદણમાં બસ સ્ટેન્ડ પાછળ, સમાત રોડ પર ઓફિસનું દીકરીઓનાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.
અવતારના ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યુ કે આવનારા સમયમાં જસદણ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં ખૂબ જ વધારો થશે જેથી લોકો વધુને વધુમા સેવા કાર્યમાં જોડાય અને જનજાગૃતિ અભિયાન થકી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી શકે તેવા શુભ આશયથી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું.
આજના શુભ અવસરે વધુમાં ટ્રસ્ટના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું કે જસદણ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવિધ સામાજિક તથા પર્યાવરણીય પ્રવૃતિઓ કરતાં રહ્યાં છીએ જેવી કે ગાયોને ઘાસચારો પૂરો પાડવો, પક્ષીઓને ચણ આપવી, ચકલી દિવસ નિમિતે ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવું, ડુંગરાળ વિસ્તારોમાં જઈને કીડિયારું પૂરવું, જાહેર સ્થળોએ મિયાવાકી જંગલ - જાપાનીઝ પદ્ધતિથી ખૂબ જ મોટા પાયે વૃક્ષારોપણ કરવું અને તેની જાળવણી કરવી, જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણાની કીટ તથા શિયાળાની ઋતુમાં ગરમ કોટ આપવા, અનાથાશ્રમ,વૃદ્ધાશ્રમ તથા માનવ મંદિરોમાં જાતે રૂબરૂ જઇને ભોજન બનાવી જમાડવા, રકતદાન કેમ્પ યોજવા વગેરે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા 8 વર્ષથી કરી રહ્યા છીએ.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News