જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર એક વર્ષ પછી જાગ્યા: રસ્તો ખોલવા માટે અંતે નોટિસ ફટકારી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૩
જસદણ નગરપાલિકામાં સાવ લાલીયાવાડી ચાલતી હોવાથી અત્રેના નાગરિકો ભારે હેરાન પરેશાન છે અધુરામાં પૂરું લાંબા સમયથી કોઈ કાયમી ચીફ ઓફિસર નથી આવડા મોટાં જસદણમાં ફ્કત ઇન્ચાર્જથી ગાડું ગબડતું જાય છે જેથી પ્રજાને પારાવર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે
નાણાં ના જોરે બિલ્ડરોએ અનેક ગેરકાયદે બાંધકામો કર્યા અને કરતાં જઈ રહયાં હોવા છતાં આજ સુધી કોઈ અટકાવી શક્યું નથી અને આમાં સંડોવાયેલા કોઈ એકપણ કર્મચારીઓ સામે હજું સુધી કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા નથી એ પ્રજાની ભારે કમનશીબી છે પ્રાપ્ત વિગતો મુજબ જસદણ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર એ એક જ માલિકની બિનખેતીનો લે આઉટ પ્લાન પ્રથમમાં રસ્તો ખુલ્લો અને છ મહિના પછીના લે આઉટ પ્લાનમાં કોમન પ્લોટ ખુલ્લો મુકી રસ્તો બંધ કરી દેવાનો મંજુર કરવામાં આવતાં આ બાબતે તે સમયે લાખો રૂપિયાનો વહીવટ થયો હોય એવી ચર્ચા એ ભારે ચકચાર જગાડી હતી પણ આ બારામાં બિનખેતી થયેલા માલિકએ છેલ્લાં છ માસમાં જબરી લડત આપતાં અંતે હાલનાં નગરપાલિકાનાં ચીફ ઓફીસરએ બીલીપત્ર રેસીડેન્સીના માલિકો સામે નોટિસ ફટકારતા ટૂંકા ગાળામાં દુધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એવી શકયતાઓ સેવાઈ રહી છે લાંબા સમય પછી પાલિકાને પોતાના પૂર્વ ચીફ ઓફિસર અને આ કાર્યમાં સંડોવાયેલા અન્ય કર્મચારીઓએ જાણી જોઈને કરેલી ભૂલો ફરી નગરપાલિકાને પોતાનું થૂંકેલું ચાટવું પડે એવી નોબત આવી છે વિગતે જાણીએ તો જસદણ શહેરના ચિતલિયા રોડ પર જમીન ધરાવતાં ગિરધરભાઈ શામજીભાઈ ભુવાએ પોતાની જમીન બિનખેતી કરાવેલ ત્યારના ચીફ ઓફિસરએ રસ્તો ખુલ્લો મુકવાનો લે આઉટ પ્લાન મંજુર કરેલ અને ફ્કત છ માસ પછી ત્યારના ચીફ ઓફિસર અને તેમના મળતિયાઓએ બીજો લે આઉટ પ્લાન બનાવ્યો જેમાં રસ્તો ગાયબ હતો આ અંગે જમીનના માલિક એ જબરી લડત ચલાવતાં આખરે હાલના જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર સફાળી નિંદ્રામાંથી જાગી સામેવાળા બિલ્ડરો સામે નોટિસ ઈશ્યું કરેલ હતી જસદણ શહેરમાં જેટલાં બાંધકામો થયાં છે એમાં મોટાં ભાગનાં બાંધકામો નિયમથી વિરૂદ્ધ થયાં હોવાથી શહેરમાં નગરપાલિકાની અબજો રૂપિયાની જમીનોનો કોઈ અત્તોપત્તો નથી લોકો પ્રથમ જે નકશો મંજુર કરાવે છે એમાં શહેરી વિકાસને લગતા બધાં નિયમો દર્શાવવામાં આવેલો નકશો હોય છે અને એ પછી મનધડત ફેરફારો કરીને બાંધકામો કરે છે અને તેને કંપ્લિશન સર્ટિ પણ મળી જાય છે ગેરકાનૂની બાંધકામોને કારણે જસદણના રોડ રસ્તા પણ સાંકડા થઈ ગયા છે છતાં પાલિકાનાં જવાબદારોનો હજું સુધી વાળ પણ વાંકો થયો નથી જો નગરપાલિકાના નિષ્ઠાવાન અધિકારીઓ જસદણમાં થયેલ બાંધકામોની ઇમાનદારીથી તપાસ કરે તો જસદણ નગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થઈ શકે જો કે હાલ પ્રથમવાર ચીફ ઓફિસરએ નિંદ્રામાંથી જાગી નોટિસ ઇસ્યુ કરતાં આ અંગે મોઢા એટલી વાતો થઈ રહી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News