અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયાના આંબલી ચોક વિસ્તારમાં તસ્કરોએ ત્રણ દુકાનોને નિશાન બનાવી

વીંછિયાના આંબલી ચોક વિસ્તારમાં તસ્કરોએ ત્રણ દુકાનોને નિશાન બનાવી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૯
વિંછીયામાં આંબલીચોક પોલીસ ચોકી ની નજીક આવેલા નવકાર શોપિંગ સેન્ટરમાં વેપારીઓની ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી પરચુરણ અને માલસામાનની ચોરી કરી જતાં 
આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે વધું તપાસ હાથ ધરી છે વારંવાર આ દુકાનોને તસ્કરો નિશાન બનાવતા આવી ચોરીમાં સંડોવાયેલા કોઈ જાણભેદુ હોય તે દિશામાં પોલિસે તપાસ હાથ ધરી છે 
નજીકમાં જ રાત્રીના પેટ્રોલિંગ હોય પણ હોમગાર્ડોને સુરત શહેરમાં બંદોબસ્તમાં મોકલ્યાં હોવાથી આ વિસ્તાર રેઢાપડ જેવો થઈ જતાં તેનો લાભ ઉઠાવી તસ્કરોએ કસબ અજમાવ્યો હોવો જોઇએ એમ માનવામાં આવે છે હાલ કોઈ દુકાનમાંથી કોઈ મોટી રકમ ગઈ નથી પણ ચોરી નો બનાવ જરૂરથી બન્યો છે ત્યારે દુકાન માલિકો ફરિયાદ કરે પછી જ ચોરીની વિગત જાણવા મળે વધું તપાસ વીંછિયા પોલીસ કરી રહી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું