અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણનો કરણ મહેતા કલા મહાકુંભમાં અવ્વલ નંબરે: રાજકોટ જિલ્લામાં ભજન લોકગીતમાં પ્રથમ

જસદણનો કરણ મહેતા કલા મહાકુંભમાં અવ્વલ નંબરે: રાજકોટ જિલ્લામાં ભજન લોકગીતમાં પ્રથમ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૦
જસદણમાં ધોરણ દસમાં અભ્યાસ કરતો રાજગોર બ્રાહ્મણ સમાજ કરણ રમેશભાઈ મહેતા (મો.9723776070) નામનો બાળક આજે કલા મહાકુંભમાં રાજકોટ જિલ્લામાં ભજન લોકગીતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતાં તેમને ઠેરઠેર થી ભાદરવા જેવી ભરપૂર શુભેચ્છા અને શુભકામના મળી રહી છે 
બાળપણથી રસીલું ગળું ધરાવતો કરણએ ભૂતકાળમાં ભજન ગરબા ગાવા અંગે અનેક માન ઇકરામો મેળવ્યા છે તેનાં કંઠની રાજકીય આગેવાનો મોહનભાઈ કુંડારિયા, કુંવરજીભાઈ બાવળિયા, ડો. ભરતભાઈ બોઘરા સહિતના આગેવાનોએ મુક્ત મને પ્રશંસા કરી ભૂતકાળમાં જસદણનું ગૌરવ ગણાવી આશિર્વાદ પણ આપ્યાં છે.
 સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક મહારથી ગાયકો સાથે સ્ટેજમાં બેસી આ બાળકએ પોતાના કંઠના કામણ પાથરી અનેક દર્શકોની વાહવાહ મેળવનાતો કરણ આગામી સમયમાં પ્રદેશ સુઘી ભાગ લેશે આ અંગે એમણે તૈયારીઑ આરંભી છે 
અત્રે ઉલ્લેખનીય છે કે કરણને ભજન અને ગરબા અંગે બાળપણથી રસ હોવાથી તેમના માતા પિતા અને સહ પરિવાર પણ આ કાર્યમાં કરણને અભ્યાસની સાથોસાથ મદદ કરે છે કરણએ રાજગોર બ્રાહ્મણ સમાજ સાથે જસદણના અન્ય સમાજનું નામ રોશન કરેલ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કરણ ડંકો વગાડે એવી શુભેચ્છા મળી રહી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું