અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેનએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનું સ્વાગત કર્યું

જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેનએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનું સ્વાગત કર્યું
જસદણ શહેરમાં ટુંકા ગાળામાં રાજ્ય લેવલના અને સ્થાનિક નેતાઓની તેમ જ દરેક નગરસેવકોની મદદથી કરોડો રૂપિયાના વિકાસના કામો કરનારા પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાએ તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા રાજકોટ શહેરના પ્રવાસે આવેલ ત્યાં એમણે જન પ્રતિનિધિ સંમેલનમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષને જસદણના ઘરેણાં સમાન હેંન્ડી ક્રાફટ ઉધોગમાં ખાસ બનાવેલ બળદ ગાડાની ભેટ આપી શ્રી નડ્ડાનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કર્યું હતું અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકામાં અનિતાબેન સંપુર્ણ બહુમતીથી પ્રમુખ તરીકે આરૂઢ થયા બાદ પછીના સમયની દરેક સામાન્ય અને ખાસ સામાન્ય સભામાં દરેક ચૂંટાયેલા સભ્યોએ દરેક લોકઉપયોગી વિકાસના ઠરાવમાં હકારાત્મક વલણ દર્શાવ્યું તે જસદણના ઈતિહાસમાં એક રેકોર્ડ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું