અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના પ્રાંત અધિકારી તરીકે રાજેશ આલની નિમણુંક: ચાર્જ હવે સંભાળશે

જસદણના પ્રાંત અધિકારી તરીકે રાજેશ આલની નિમણુંક: ચાર્જ હવે સંભાળશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે પગલે ગુજરાતમાં કર્મચારીઓ અને અધિકારીઓની બદલીનો દૌર શરૂ થઈ ગયો છે ત્યારે જસદણ તાલુકા સેવા સદનમાં પણ પ્રાંત અધિકારીની લાંબા સમયથી જગ્યા ખાલી હતી તે જગ્યા પર નિમણુંક થઈ જતાં ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા ભાજપનાં યુવા આગેવાનો વિજયભાઈ રાઠોડ, અલ્પેશભાઈ રૂપારેલિયા, જીગ્નેશભાઈ હીરપરા સહિતના આગેવાનોએ આ નિમણુંકને આવકારી હતી જસદણ પ્રાંત અધિકારી તરીકે હાલ ગીર સોમનાથ જિલ્લામાં પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા રાજેશ આલને મુકવામાં આવ્યા છે તેઓએ કોરોના કાળમાં ગોંડલમાં પ્રસંશનીય કામગીરી કરેલ હતી સંભવત રાજેશ આલ એક બે દિવસમાં જસદણ પ્રાંત અધિકારીનો ચાર્જ સંભાળી લેશે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું