અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ગઢડીયા અને મદાવા ગામે જુગારના બે દરોડા ૧૦ પત્તાપ્રેમી ઝડપાયા

જસદણના ગઢડીયા અને મદાવા ગામે જુગારના બે દરોડા ૧૦ પત્તાપ્રેમી ઝડપાયા
જસદણના ગઢડીયા અને મદાવા ગામે પોલીસે જુગારના દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલા સહિત ૧૦ પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા. જ્‍યારે બે શખ્‍સો નાસી છૂટયા હતા.
પ્રથમ દરોડામાં જસદણના ગઢડિયા ગામે રમેશ મોહનભાઇ જીંજરીયાના મકાનમાં જસદણ પોલીસે રેઇડ કરી જુગાર રમતા મકાન માલીક રમેશ, સુનીલ ગોબરભાઇ ચાવડા - ધંધો મજુરી રહે. બરવાળા, અજય માણસુરભાઇ માજરીયા - ધંધો ડ્રાઇવિંગ રહે. જસદણ પોલારપર રોડ હુડકો, જયસુખ સામજીભાઇ કુકડીયા - ધંધો મંજુરી રહે. બરવાળા, ઇશ્વર ઉર્ફે હકુભાઇ લાલજીભાઇ પરમાર ધંધો મજુરી રહે. જસદણ પોલારપર રોડ હુડકોમાં, માવજી દાહાભાઇ દેગામા ધંધો મજુરી રહે. બરવાળા, હંસાબેન રમેશભાઇ જીજરીયા રહે. ગઢડીયા, જમનાબેન પરસોત્તમભાઇ જીજરીયા તથા વર્ષાબેન પ્રવિણભાઇ હાંડા રહે. પારેવાળા તા. જસદણને રોકડા રૂા. ૨૭,૨૦૦, ૧૦ મોબાઇલ ફોન તથા ત્રણ બાઇક મળી કુલ ૯૪,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં ભાડલા પોલીસે મદાવા ગામની સીમ મગનભાઇ શીવાભાઇ જતાપરાની વાડી પાસે ખરાબાની જગ્‍યામાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ઇશ્વર ઉર્ફે ઇસો ભવાનભાઇ બાવળીયા રહે. મોટામાત્રા તા. જસદણ, દીપક જાદવભાઇ રાઠોડ રહે. જસદણ વૃંદાવન સોસાયટી ચામુંડામઢ વાળી શેરી, માવજી સવસીભાઇ જતાપરા રહે. મદાવાને રોકડા રૂા. ૩૨,૪૫૦ તથા બે મોબાઇલ મળી કુલ ૬૩,૪૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્‍યારે ઘનશ્‍યામ સોલંકી રહે. અમરાપુર તથા મગન શિવાભાઇ જતાપરા રહે. મદાવા નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. પકડાયેલા તમામ આરોપીઓનો જામીન પર છુટકારો થયો હતો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું