અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણને વર્ષો પછી ઇન્ડોર આઉટડોર સ્ટેડિયમ મળશે: ટેન્ડર પ્રક્રિયા ટુંક સમયમાં

જસદણને વર્ષો પછી ઇન્ડોર આઉટડોર સ્ટેડિયમ મળશે: ટેન્ડર પ્રક્રિયા ટુંક સમયમાં
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૭
જસદણના જીલેશ્વર પાર્ક સામે અને મોડેલ સ્કૂલની બાજુમાં ૬ એકર જમીનમાં અંદાજે રૂપિયા આઠ કરોડના ખર્ચ શહેરીજનોને ટુંકા ગાળામાં ઇન્ડોર આઉટડોર સ્ટેડિયમ મળશે આ અંગે સબંધિત તંત્રમાં ટેન્ડર પ્રક્રિયા પણ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે જે કાર્યને જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ સરકારના આ કાર્યને આવકાર્યું હતું જસદણના કમળાપુરરોડ જ્યારે જસદણ વીંછિયા મત વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી હતાં ત્યારે તેમના વિસ્તારમાં રમતો રમી શકાય તે માટે તેમનાં પ્રયત્નોથી જસદણમાં મેદાન માટે સરકારે જમીન ફાળવી હતી એ જગ્યા પર હવે આગામી દિવસોમાં એમનાં જ પ્રયત્નો થકી છ એકરમાં હવે રૂપિયા આઠ કરોડના ખર્ચે ભવ્ય ઇન્ડોર આઉટડોર સ્ટેડિયમ નિર્માણ થવાની વાતને લઈ જસદણમાં વિવિઘ રમતોના ખેલાડીઓમાં આનંદ છવાયો છે શહેરમાં આ પહેલાં રમતગમત માટે એકપણ પોતીકું કહી શકાય એવું રમતવીર માટે મેદાન ન હતું જે જસદણના ઈતિહાસમાં પ્રથમવાર નિર્માણ થશે તેનાથી શહેરના વિદ્યાર્થીઓને પણ ફાયદાઓ મળશે અત્રે નોંધનીય છે કે જસદણના વિકાસમાં વર્તમાન ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરા આ બન્નેની સક્રિયતાને કારણે જસદણ વીંછિયા પંથકમાં અબજો રૂપિયાના વિકાસના કામો થયાં છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું