જસદણના બળધોઇ ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના મોટા જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૭
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્વ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી બોગસ દસ્તાવેજો અને સર્ટીફીકેટ રાખી લોકોની જીંદગી સાથે છેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી ઇ.ચા. પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સટાફના પો.હેડ કોન્સ હિતેષભાઇ અગ્રાવત તથા જયવીરસિંહ રાણા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ એમ બધા સાથે આટકોટ વિસ્તારમાં પેટ્રોલમાં હતા દરમ્યાન સયુક્ત બાતમી આધારે હકિકત મળેલ કે રાજદીપભાઇ જેશીંગભાઇ ડાંગર રહે મોટા દડવા તા.ગોંડલ જી.રાજકોટ વાળો કોઇપણ ડોક્ટરી સર્ટી વગર બળધોઇ ગામે દવાખાનું ચલાવે છે. જે મળેલ હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી ગેરકાયદેસર પ્રેક્ટીસ કરતા ડોક્ટરને પકડી પાડી આટકોટ પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
રાજદીપભાઇ જેશીંગભાઇ ડાંગર જાતે.આહીર ઉવ.૨૪ દડવા તા.ગોંડલ જી.રાજકોટ
ધંધો-મેડીકલ પ્રેકટીસ રહે મોટા દડવા
ઇન્જેક્શન તથા સીરીજ તથા નાના-મોટા બાટલાઓ
જુદા-જુદા રોગોની એન્ટીબાયોટીક દવાઓ જેની કુલ કિંમત રૂ.૩૦,૮૬૧/ આ મુદ્દામાલ સાથે ઘરપકડ કરેલ હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352