જસદણના ઈતિહાસમાં મેઈનબજારમાં સિમેન્ટ રોડ: પાલિકા પ્રમુખનું સ્તુત્ય કાર્ય
જસદણ નગરપાલિકા દ્વારા ટૂંકા ગાળામાં સિમેન્ટરોડનું કાર્ય થતાં નગરજનોમા આનંદની લાગણી ફેલાઇ છે.
આ અંગે પાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા એ જણાવ્યું હતું કે હાલ જસદણ શહેરના ઘણાં વિસ્તારોમાં અનેક વિકાસના કાર્યો ચાલી રહ્યાં છે તે પૈકી શહેરની રજવાડા સમયની મેઈન બજારમાં ઈતિહાસમાં સૌ પ્રથમવાર સિમેન્ટરોડ બની રહ્યો છે એનું અમને ગૌરવ છે રોડ બની રહ્યો છે ત્યારે નાગરિકોને થોડો સમય અવર જવરમાં તકલીફ રહશે તો પુર્ણ સહકારની અપેક્ષા છે વધુમાં અનિતાબેનએ જણાવ્યુ હતું કે શહેરમાં વિકાસયાત્રામાં જે વિસ્તારમાં કોઈ કામો બાકી છે તે તબક્કાવાર પુર્ણ કરવામાં આવશે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352