અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના હીરપરા સહ પરિવારે સમાજને અનોખી રાહ ચીંધી: પ્રેરક કાર્ય

જસદણના હીરપરા સહ પરિવારે સમાજને અનોખી રાહ ચીંધી: પ્રેરક કાર્ય
હરિ હીરપરા દ્રારા જસદણ
જસદણ પાટીદાર સમાજના આગેવાન જેરામભાઈ પરશોત્તમભાઈ હીરપરા (ઉ.વ.૮૯) નો તાજેતરમાં દેહવિલય થતાં તેમના સહ પરિવારએ એક અનોખી રાહ અપનાવી એક ખરાં અર્થમાં પૂણ્યનું કાર્ય કર્યું હતું
 દરેક હિન્દુ સમાજમાં નિધન બાદ મરણોત્તર ક્રિયા પાછળ મોટો ખર્ચ થાય છે પણ જસદણના આ હીરપરા પરીવારે પોતાના મોભીની મરણ પાછળ તો દરેક ધાર્મિકવિધિ વિધિવત કરી પણ અત્યંત સાદાઈથી કરી પણ અન્ય રકમ બટુક ભોજન, જીવદયા અને શિક્ષણ જેવા કાર્યોમાં વાપરી સમાજમાં એક પ્રેરક કાર્ય કર્યું હતું 
દેહવિલય પામનારા જેરામઆતાના વયોવૃદ્ધ પત્ની ગં.સ્વરૂપ જમનામાંની પ્રેરણાથી તેમનાં સૂપુત્રો વિઠ્ઠલભાઈ, વેલજીભાઈ, વિનુભાઈ, જેન્તીભાઈ એ પોતાનાં સદ્દગત પિતાના મરણ બાદ દરેક ધાર્મિકવિધિ કરી પણ માત્ર નિકટના પરિવારજનોની હાજરીમાં પણ તેમણે પછાત વિસ્તારમાં આવેલ શાળાઓમાં બાળકો માટે ભોજન અને કબુતરની ચણ અને ગરીબ ઘરની વિધાર્થીનીઓ માટે રોકડ રૂપિયા ૧ લાખ ૨ હજારનું અનુદાન કરી એક ખરાં અર્થમાં પૂણ્યનું ભાથું બાંધ્યું હતું આમ જસદણના હીરપરા પરિવારએ પ્રેરક કાર્ય કરી સમાજને એક નવી રાહ બતાવી હતી.
રિપોર્ટ: હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211
વધુ નવું વધુ જૂનું