અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના લાતી પ્લોટમાં ઘર બહાર પાર્ક કરેલું બાઇક ચોર હંકારી ગયો : jasdan news

 જસદણના લાતી પ્લોટમાં ઘર બહાર પાર્ક કરેલું બાઇક ચોર હંકારી ગયો


  • ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ, ચોરને ઝડપી લેવા કવાયતજસદણમાં જાણે કે તસ્કરો અને બાઈક ચોરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ દિનપ્રતિદિન ઘરફોડ ચોરી અને બાઈક ચોરીની ઘટનાઓ બની રહી છે. છતાં જસદણ પોલીસ તંત્ર આવા ગુનેગારોને પકડી પાડી કાયદાનું ભાન કરાવવાના બદલે માત્ર દારૂ-જુગારના કેસો ગોતવામાં જ રચ્યુંપચ્યું રહેતું હોવાથી લોકોના વાહનોની અને ઘરની સલામતી છીનવાઈ જવા પામી છે. ત્યારે જસદણ શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા બટુકભાઈ વેકરીયા નામના વ્યક્તિએ ગઈકાલે બપોરના 12 વાગ્યા આસપાસ તેના ઘરની બહાર પોતાનું બાઈક પાર્ક કરીને ઘરમાં ગયા હતા.

ત્યારે કોઈ અજાણ્યો બાઈક ચોર તે બાઈકની ચોરી કરીને નાસી જતા બાઈક માલિક દ્વારા અજાણ્યા બાઈક ચોર સામે જસદણ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ બાઈક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા જસદણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા બાઈક ચોરને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે હમણાં થોડા દિવસ પહેલા જ જસદણના આટકોટ રોડ બાયપાસ સર્કલ નજીકથી એક અજાણ્યો બાઈક ચોર પેટ્રોલની ટાંકીનું ઢાંકણું નથી ખુલતું ચાવી આપો કહી તે શખ્સ બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. જો કે તે બાઈક ચોરીનો ઘટનાનો હજુ સુધી જસદણ પોલીસ ભેદ ઉકેલી શકી નથી. ત્યાં ફરી અજાણ્યા બાઈક ચોરે જસદણમાંથી વધુ એક બાઈક ચોરી કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા લોકોમાં પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

વધુ નવું વધુ જૂનું