જસદણવાસીઓના મોંઢા ચોખ્ખા કરવા બજારમાં આવ્યાં અનેક પ્રકારના મુખવાસ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
મુખવાસનો નાનો લાગતો બિઝનેસ કેવો વિશાળ છે તે તો જસદણની બજારમાં ફરો તો ખ્યાલ આવે છેલ્લાં બે દિવસથી મીઠાઈના પ્રકારથી વધું મુખવાસના પ્રકારોએ આ દિવાળીમાં દેખા દીધી છે
વિવિઘ પ્રકારના મુખવાસનું વેચાણ કરતાં પટેલ સુપર મોલના સંચાલક હરિભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે અત્યારે અમારી પાસે મુખવાસની વિવિઘ પ્રકારની વેરાયટી આવી ગઇ છે
સ્વીટ, કરન્સી, અને ખાટામીઠાં ફ્લેવરનો મુખવાસ માર્કેટમાં એવેલેબલ છે સો ગ્રામના રૂપિયા ૨૫થી લઈ રૂપિયા ૪૦૦નો મુખવાસ બજારમા ઉપલબ્ધ છે જસદણની બજારમા હજું દિવાળીનો કરંટ હજું ખાસ જામ્યો નથી પણ હાલ મુખવાસએ રોનક પાથરી દીધી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352