અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના નાગરિકોને આગામી પર્વને લઈ શુભેચ્છા પાઠવતાં આગેવાનો

જસદણના નાગરિકોને આગામી પર્વને લઈ શુભેચ્છા પાઠવતાં આગેવાનો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૦
જસદણના શહેરીજનોને આગામી પર્વ દિપાવલીના તમામ તહેવારોની ભાજપના યુવા આગેવાન નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા અને જસદણ જીઆઇડીસી એસોસિએશન તેમજ જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આવનાર પર્વમાં સહભાગી બનનાર પ્રજાજનો તહેવારો માટે સજ્જ થયાં છે તેમની આવનાર વર્ષો સુખ શાંતિ, તંદુરસ્તી, અને સમૃદ્ધિથી છલોછલ રહે દરેક તહેવાર પાછળ કોઈ ને કોઈ સંદેશ હોય છે એ સંદેશ જેવી ભાવના આપના જીવનમાં ધબકતી રહે અને વાકબારસ, ધનતેરસ, કાળીચૌદસ, દીપાવલી અને બેસતાવર્ષની ઊજવણીનો આનંદ સાર્થક અને અનેરો બની રહે એવી જસદણ શહેરના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું