અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં નવી સરકારી હોસ્પિટલનું બાંધકામ તાત્કાલિક શરૂ કરો: આરોગ્ય સચિવને પત્ર પાઠવતાં અમરશી રાઠોડ

જસદણમાં નવી સરકારી હોસ્પિટલનું બાંધકામ તાત્કાલિક શરૂ કરો: આરોગ્ય સચિવને પત્ર પાઠવતાં અમરશી રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ સરકારી હોસ્પિટલને લાંબા સમયથી સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી અપગ્રેડ ખાસ્સો લાંબો સમય વિતી ગયો હોવા છતાં આજ સુધી કોઈ નવી હોસ્પિટલ સરકાર દ્રારા ઉભી કરવામાં ન આવતાં જસદણ અને વીંછિયા આ બન્ને તાલુકાના ગરીબ દર્દીઓને ભારે હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે 
ત્યારે આ અંગે જસદણમાં મુંગા મોઢે સેવા કરનારા સામાજિક કાર્યકર અમરશીભાઈ રાઠોડએ રાજયના આરોગ્ય સચિવને એક વિસ્તૃત પત્ર પાઠવી ચુંટણી પહેલાં જસદણને એક અઘતન હોસ્પિટલની સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવે 
એવી માંગ ઉઠાવી હતી અમરશીભાઈ એ જણાવ્યું હતું કે જસદણની સરકારી હોસ્પિટલ અપગ્રેડ થવાને ઘણો સમય વિતી ગયો છે અમને જાણવા મળ્યાં મુજબ નવી હોસ્પિટલ માટે સરકાર દ્વારા જગ્યા પણ નકકી થઈ ગઈ છે 
પણ હજું સુધી હોસ્પિટલનું કોઈ પ્રકારનું બાંધકામ ન કરવામાં આવતાં જસદણ વીંછિયા પંથકના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અમરશી રાઠોડએ વધુમાં જણાવ્યું હતું કે જસદણમાં નવું હોસ્પિટલ બનાવવામાં આવે તો દર્દીઓને રાજકોટ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલના ધક્કા મટી જાય તેમણે જણાવ્યું હતું કે હાલ જુનું હોસ્પિટલ ગંભીર રોગોના દર્દીઓનો કોઈ ઈલાજ કરી શકતા ન હોય અને અને પુરતા રૂમ સાધનો અને વિવિઘ રોગોના ડોક્ટરો ન હોવાથી દર્દીઓને સીધાં રાજકોટ અને ખાનગી હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવતાં હોવાથી દર્દીઓની અને તેમના સંબંધીઓની હાલત કફોડી થઈ જાય છે મોટાં ભાગનાં પરિવારોની હાલત એક સાંધે અને તેર તુટે એવી હોય છે સરકાર દ્વારા જસદણની હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવી તે ખરેખર અભિંનંદનીય પગલું છે આ નવી હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ માટે રહેવા માટે ઘર પણ બનવાના છે તેથી તેઓ સમયસર પોતાની ફરજ પર પહોંચી જાય તો તેમને પણ દર્દીઓની જેમ લાભ મળે તો તાત્કાલિક અપગ્રેડ પ્રમાણે નવી હોસ્પિટલનું બાંધકામ સાથે નવા ડોક્ટરો અને જરૂરી સ્ટાફ વિવિઘ સાધનો સાથે આગામી વિધાનસભાની ચુંટણી પહેલાં આ કાર્ય થાય તો દર્દીઓને રાજકોટ અને ખાનગી હોસ્પિટલની કડાકૂટમાંથી મુક્તિ મળે એવી રજુઆત અમરશી રાઠોડએ કરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું