મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે શોક વ્યકત કરી તંત્રની ઝાટકણી કાઢતાં સમાજ સેવિકા દુરૈયાબેન મુસાણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૩૧
ગુજરાત સરકારના ભ્રષ્ટાચારી તંત્રએ મોરબીમાં અનેક બેક્સુર લોકોનો જીવ લેતાં આ અંગે સૌરાષ્ટ્રના લોકો હચમચી ગયા છે ત્યારે આ અંગે રાજકોટ દાઉદી વ્હોરા સેવા સમાજના દુરૈયાબેન મુસાણીએ ભારે હૈયે શોક વ્યકત કરી આ ઘટનામાં સંડોવાયેલા તમામ ભ્રષ્ટાચારીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી છે તેમણે જણાવ્યું હતું કે આજે મોરબીમાં જે ધટના બની છે તે આંચકો આપનારી ધટના છે સરકારે મૃતકોને બે લાખ અને ઘાયલોને પચાસ હજાર આપવાની જાહેરાત કરી દીધી પણ આ પુલ હજું ચાલું થયાના થોડાં દિવસોમાં જ આ પુલ તુટી જતાં આમાં રીનોવેશનમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે તે સરકારના એક પણ પ્રતિનિધિ બોલ્યાં નથી આજે મોરબીમાં લાશોના ઢગલા થયાં છે ત્યારે ગુજરાત સરકાર આ પુલમાં ટોપ થી બોટમ સુઘી સંડોવાયેલા તમામને ફાંસી આપે એવી દુરૈયાબેનએ માંગણી ઊઠાવી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News